સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

વાંકાનેરમાં ડબલસવારી બુલેટ થાંભલા સાથે ટકરાયું : રાજકોટના જગદીશભાઈનું મોત: એક યુવાનને ઇજા

 

વાંકાનેર નજીકથી પસાર થતું ડબલ સવારી બુલેટના ચાલકે કાબુ ગુમાવી દેતા બુલેટ થાંભલા સાથે અથડાયું હતું જેમાં ચાલકનું મોત થયું છે અને એક યુવાનને ઈજા પહોંચી છે

રાજકોટના માધાપરના રહેવાસી સંજય કાળુભાઈ કોળીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે રવિવારે બપોરના સુમારે બુલેટ મોટરસાયકલ નં જીજે ૦૩ જે કયું ૨૯૦૦ ના ચાલક જગદીશભાઈ રમેશભાઈ બાબરિયા (ઉ.વ.૨૩) રહે માધાપર ચોકડી રાજકોટ વાળા ચલાવીને જતા હોય ત્યારે ખાંભાળાથી લીંબાળા જતા વણાંકમાં બુલેટ થાંભલા સાથે અથડાયું હતું જેમાં બુલેટ ચાલક જગદીશ રમેશ બાબરિયા કોળીનું મોત થયું છે જયારે પાછળ બેસેલ સંજયભાઈ જાખેલીયા કોળી યુવાનને ઈજા પહોંચી છે.

(12:38 am IST)