સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

વાંકાનેર બાઉન્ડરી પાસેથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો : 27,78 લાખના દારૂ સહીત 42,79 લાખનો મુદામાલ જપ્ત

થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવવામાં આવેલ ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી લેતી સાયબર સેલ રાજકોટ રેન્જ

 

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારના ચોટીલા-રાજકોટ નેશનલ હાઇવે બામણબોર ટોલનાકા પાસે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ટ્રક માંથી ભારતીય બનાવટની ઇગ્લીશદારૂની બોટલ નંગ-૭૨૩૬ કિ.રૂ૨૭,૭૮,૩૦૦ તથા ટ્રક રૂ.૧૫,૦૦,૦૦૦ મો.ફોન- રૂ.૧૦૦૦ મળી કુલ રૂ.૪૨,૭૯,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે

  થર્ટી ફર્સ્ટની ઉજવણી થનાર હોય જે અન્વયે સંદીપ સિંહ, નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ નાઓએ રેન્જના તમામ જીલ્લાઓને કડક વાહન ચેકીંગ કરવા જણાવેલ જે અન્વયે સાયબર સેલના પોલીસ ઇન્સ આર..ડોડીયાને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી  જીલ્લાના ચોટીલા - રાજકોટ નેશનલ હાઇવે ઉપરથી બંધ કન્ટેનર ટ્રક RJ-14-GG-1547 માં ઇંગ્લીશ દારુનો મસ મોટો જથ્થો ભરી નીકળનાર છે જેથી તુર્તજ બામણબોર ટોલનાકા નજીક વાંકાનેર બાઉન્ડ્રી પાસે સ્ટાફના સુરેશભાઇ હુંબલ, કુલદીપસિહ ચુડાસમા, શક્તિસિહ ઝાલા તથા કૌશીકભાઇ મણવર નાઓને વાંકાનેર બાઉન્ડ્રી નજીક મોકલી વાહન ચેકીંગ કરાવતા હકીકત વાળો ટ્રક RJ-14-GG-1547 નિકળતા ટ્રક રોકી કન્ટેનર ખોલી ચેક કરતા બંધ કન્ટેનરમાંથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૭૨૩૬ કિ.રૂ.૨૭,૭૮,૩૦૦ કન્ટેનર ટ્રક- કિ.રૂ.૧૫,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન- કિ.રૂ.,૦૦૦  મળી કુલ રૂ.૪૨,૭૯,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

 ડ્રાઇવર આરોપી પ્રદીપ રતીરામ પ્રજાપતી ( રહે.તતારપુર ગામ તા.મુન્ડાવર જી.અલવર રાજસ્થાન) ને ધોરણસર અટક કરેલ તેમજ આરોપી  પ્રિતમ ઓમપ્રકાશ યોગી ( રહે. તતારપુર જી.અલવર રાજસ્થાન) તથા ઇંગ્લીશ દારુનો જથ્થો ભરીઆપનાર તથા રોડ રસ્તા બાબતે માર્ગદર્શન આપનાર અને  દારુનો જથ્થો મંગાવનાર જુનાગઢના શખ્સો તથા તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ વાંકાનેર તાલુકા પો.સ્ટે. ગુનો રજી. કરાવવામાં આવેલ છે.

(11:32 pm IST)