સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

વેરાવળમાં મહિલાની હત્યા-લૂંટમાં સંડોવાયેલ આરોપીને ફાંસીની સજા આપોઃ સાગરપુત્ર ખારવા સમાજ દ્વારા મૌન રેલીઃ હજારો ભાઇઓ-બહેનો જોડાયા

 વેરાવળ તા.૧૬: વેરાવળ શહેરમાં અપહરણ કરી સોનાની દાગીના લૂંટ કરી નિર્દોષ મહીલાની હત્યા કરી નખાતા ખારવા સમાજ તથા શહેરીજનોમાં ભારે આક્રોશ વ્યાપેલ છે. ખારવા વાડથી એસ.પી.કચેરી સુધી મૌન રેલી નિકળેલ હતી જેમાં હજારો ભાઇઓ બહેનો જોડાયેલ હતા અનેજાહેરમાં ફાંસી આપવાની માંગણી સાથે એક કલાક સુધી નારાઓ લગાવેલ હતા.

વેરાવળ સાગરપુત્ર ખારવા સમાજના પટેલ લખમણભાઇ ભેસલાના આગેવાની હેઠળ ખારવા કોમર્શીયલ બીલ્ડીંગથી ખારવા સમાજના મંજુલાબેન ગોવિંદભાઇ આજંણીનું અપહરણ કરી જઇ સોનાના દાગીનાની લુંટ કરી કરપીણ હત્યા કરી નાખેલ હોય આવી ઘટના શહેરમાંં બનતા ખારવા સમાજ તેમજ શહેરીજનોમાં ભારે આક્રોશ ફેલાયેલ હોય જેથી મૌની રેલી નિકળેલ હતી જેમાં ખારવા સમાજ તેમજ શહેરના હજારો ભાઇઓ બહેનો તેમજ આગેવાનો  જોડાયેલ હતા આ રેલી ગાંધી રોડ, સુભાષરોડ, સટાબજાર, બંદર રોડ, રાજેન્દ્ર ભુવન રોડ થઇ એસ.પી.કચેરીએ પહોચેલ હતી અને આવેદન પત્ર આપેલ હતું. કે ખારવા સમાજની બહેનનું બર્બતાર્થી   ખુનકરેલ છે તે. ખારવા સમાજ કોઇપણ સંજોગોમાં સાખી શકે તેમ નથી મનોદશા અત્યારે ખુબજ આક્રોશ છે. હત્યાની ઘટનામાં કોઇપણ સંડોવાયેલ તુરત ધરપકડકરી ઝડપી કાર્યવાહી કરી ફાંસીની સજા મળે તે માટે આવેદન પત્રમાં રજુઆત કરેલ છે. ખારવા સમાજ શહેરીજનો તેમજ પરીવારજનો દ્વારા એસ.પી. કચેરી તેમજ ટાવર પોલીસ ચોકી એ એક કલાક સુધી ફાંસી આપોના નારા લગાવેલ હતા, જેથી ટ્રાફીક જામ થઇ ગયેલ હતો.પોલીસને રજુઆત કરાયેલ છેકે આ હત્યા કરવામાં અનેક આરોપીઓ હોય તેને ઝડપથી પકડી લેવા જોઇએ ભાઇઓ બહેનો ભારે આક્રોશ વ્યાપેલ હતો, તેમજ આહત્યારાઓને જાહેરમાં ફાંસી આપે તેવી માંગ કરાયેલ હતી.હજારોની સંખ્યામાંઆવેલા ભાઇઓબહેનોબન્ને કચેરીએ ફાંસીની સજા સાથેઘેરાવ કરી લેતા આગેવાનો ભારે મુશ્કેલીમાં મુકાયેલ હતા અનેમહામહેનતે સમજાવેલ હતા શહેરમાં અજંપાભરી સ્થીતી જોવા મળેલ છે.

(3:36 pm IST)