સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

જુનાગઢમાં મજુર અદાલતના અધિકારીના પત્નીની કારમાંથી ચોરી કાચ તોડીને નુકશાન

સમી સાંજે અજાણ્યા શખ્સોનું પરાક્રમ

જુનાગઢ તા. ૧૬ : જુનાગઢમાં મજુર અદાલતના અધિકારીની પત્નીની કારમાંથી અજાણ્યા શખ્સોએ ચોરી કરી અને નુકશાન પહોંચાડતા ચકચાર વ્યાપી ગઇ હતી. જુનાગઢમાં જજીસ કોલોનીમાંં રહેતા મજુર અદાલતના અધિકારીના પત્ની ફિરોજાબેન અબતાસ મિંયા શીખ (ઉ.૪ર) ગઇકાલે સાંજે શહેરમાં મોતીબાગ પાસે આવેલ રિલાયન્સ મોલમાં તેમના પતિ સાથે ખરીદી કરવા ગયા હતા.

ત્યારે મોલની સામે તેમણે પાર્ક કરેલ જી.જે.૦૭ બીઆર ૦૧૧૮ નંબરની કારની આગળના દરવાજાનો કાચ તોડી કારમાંથી સ્વેટર, ટોપી વગેરે રૂ.ર૦૦નો મુદામાલ અને કારની આર.સી.બુક સહિતના ડોકયુમેન્ટની ચોરી કરવા ઉપરાંત અજાણ્યા શખ્સો કારને રૂ.પ૦૦૦નું નુકશાન પહોંચાડીને નાસી ગયા હતા. આ અંગે ગત રાત્રે ફિરોજબેને બી ડીવીઝનમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ વી.કે. ડાકીએ તપાસ હાથ ધરી છે.

(3:35 pm IST)