સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

જુનાગઢના યુવાનને ધાકધમકી આપી ત્રણ શખ્સોએ રૂ.પ.૬૦ લાખ પડાવી લીધા

વધુ રૂ. ૪ લાખની માંગણી કરી

 જુનાગઢ તા. ૧૬ : જુનાગઢમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલ કિશન ફલેટમાં રહેતા પ્રવિણભાઇ કાનજીભાઇ પાણખાણીયા (ઉ.પ૦)ના પુત્ર હિમાશું (ઉ.ર૬) ને જુનાગઢનો સબ્બીર સમુરા સિંકદર નુરમહમદ નારેજા અને વેરાવળનો વાહીદે રૂબરૂ બોલાવી અને માનસિક ત્રાસ તેમજ ધમકી આપીને છરીની અણિએ હિમાંશુ પાસેથી કટકે કટકે રૂા .પ.૬૦ લાખ પડાવી લીધા હતા. તેમજ આ ત્રિપુટીએ વધુ રૂ. ૪લાખની માગણી કરી ધમકી આપી હોવાની ફરીયાદ પ્રવિણભાઇ પાણણાણીયાએ કરતા બી ડીવીઝનના પી.આઇ. આર.બી.સોલંકીએ તપાસ હાથ ધરી છે.

(3:35 pm IST)