સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

અમરેલીનાં ધરાઇમાં પીણાની બોટલમાંથી મળેલ લાળનાં પુરાવાનાં કારણે ચોરી કર્યાનું સાબિત થયુ

અમરેલી તા. ૧૬ :.. જિલ્લાના ઇતિહાસમાં કયારેય કોઇ ચોરી કરનારા ચોરને સજા નથી પડી પણ હવે આ વાત ભુતકાળ બની જાય તેવું સીબીઆઇની કે પછી સીઆઇડીની તપાસને પણ ટપી જાય તેવું ઇન્વેસ્ટીગેશન અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે અમરેલીની ક્રાઇમ બ્રાંચના તત્કાલીન ઓફીસર શ્રી વાઘેલા પાસે કરાવ્યું હતું અને તેમાં કોઇ કલ્પી ન શકે તેવી જગ્યાએથી પોલીસે ચોરના સામે સજ્જડ પુરાવો શોધયો હતો જેનાથી ચોરની સજા પાકી બની જશે.

યાત્રાધામ બાબરાના ધરાઇ ખાતે ચોર ઠાકોરજીના ઘેર ચોરી કરવા ગયા હતા ધરાઇની ગીરીરાજજીની હવેલીમાં ખાબકી ચોર શ્રાવણ માસ આસપાસ હવેલીમાંથી દાન પેટીની રોકડ રકમ, સોના-ચાંદીની વસ્તુઓ, ચાંદીની આરતી વિ. મળી કુલ કિ. રૂ. ૧,૮૦,૦૦૦ ની ચોરી કરી ગયેલ પોલીસે તપાસ શરૂ કરી બે લાખ જેવી મોટી રકમ ગઇ હતી અને શ્રધ્ધેય ધાર્મિક સ્થળ હતુ જેથી આ ચોરીની તપાસ એસપીશ્રી નિર્લિમ રાયે અમરેલી ક્રાઇમ બ્રાંચના બાહોશ અધિકારી શ્રી ડી. કે. વાઘેલાને સોંપી એસપીશ્રી દ્વારા પોલીસની ભાષામાં જેને સીન ઓફ ક્રાઇમ કહે છે તે એટલે કે ગુનો બનેલ જગ્યાનું નિરીક્ષણ કે અપરાધીએ શું કર્યુ છે અને કેટલા પુરાવા છોડયા છે તેનું સચોટ નિરીક્ષણ કરાયુ ચોરી હવેલીમાં ચોરી કરી ગામના પાદરમાંથી આવેલી પાનબીડીની કેબીનમાં ચોરી કરી હોવાનું જણાયું અને કેબીનમાંથી ચોર ઠંડાપીણાની બોટલ લઇ ગયા હતા અને નજીકની એક વાડીએ બેસીને પાન-માવા ખાઇ ઠંડાપીણાની બોટલમાંથી ઠંડુ પીધું હતું તે દેખાઇ આવતા એસપીશ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પોલીસે એ બોટલમાં વધેલ પીણાને કબજે લીધુ હતું. બીજી તરફ પોલીસે બીછાવેલી જાળમાં એક મહીને ચોર ગેંગ સપડાઇ ગઇ પણ તેની સામે સાંયીગીક પુરાવા શુ શોધવા તે પ્રશ્ન હતો હવેલીમાં સીસી ટીવી કેમેરાના ફુટેજમાં ચોરોએ બુકાની બાંધી હોય તે ઓળખાય તેમ નહતા આવા સમયે પોલીસે કબજે પેલી ઠંડાપીણાની બોટલને અને આરોપીઓની લાળને મેળવવા એસપીએ ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને અમરેલીનો વતની કાળુ વેરશીભાઇ વાઘેલા કે જે રીઢો ગુનેગાર છે તેના ડીએનએ મેચ થયા અને તેણે જ ચોરી કરી બોટલ ત્યા રેઢી મુકી હોવાનો જોરદાર સાયન્ટીફીક પુરાવો પોલીસે મેળવ્યો.

મંદિરની ગ્રીલ ઉપરથી એક આરોપીના ફીંગરપ્રીન્ટ મેચ થયા જેના કારણે આ ચોર ગેંગને સજા થાય તેવા પુરતા પુરાવાઓ પોલીસે ભેગા કર્યા અને હવે જયારે આ કેસ કોર્ટમાં ચાલશે ત્યારે અચુક સજા થવાની તેમાં કોઇ શંકા નથી.

(1:14 pm IST)