સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

બાબરા વાંડલીયા ગામેથી દારૂની ૮ બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

અમરેલી તા ૧૬  :   અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લીપ્તરાયની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી આર. કે કરમટાની રાહબરી નીચે પો.સ.ઇ. પી.એન.મોરી તથા અમરેલી એલ.સી.બી. ટીમે બાબરા તાલુકાના વાંડલીયા ગામે જુના ચાવડ જવાના રસ્તા ઉપરથી બે ઇસમોને મોટર સાયકલ ઉપર ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા પકડી પાડેલ છે.

પકડાયેલ આરીપીઓમાં વજાભાઇ ગોકળભાઇ ટોટા (ઉ.વ.૨૯) રે. વડાળીયા (તા. બાબરા) તથા  કડવાભાઇ મંગાભાઇ શીરોળીયા (ઉ.વ૩૦) રે. વાંડળીયા (તા.બાબરા)નો સમાવેશ થાય છે.

આરોપી પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૮ કિ. રૂ ૨૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.૫૦૦/ તથા એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. કિૅ.રૂ.૨૦૦૦૦/- નો મુદામાલ કબજે કરી બંને ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરેલ છે.

 

(1:14 pm IST)