સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

મોરબી પોલીસના સીસીટીવી કમાન્ડ કંટ્રોલ ટીમમાં ૩૦ કર્મચારીની નિમણુક

મોરબી,તા.૧૬: જીલ્લા પોલીસ આધુનિક બની છે અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ થકી ગુન્હાખોરી પર લગામ કસવા માટેની કવાયતમાં અગાઉ સીસીટીવી કેમેરા પ્રોજેકટ અને નેત્રમ એપનો ઉપયોગ શરુ કર્યો છે ત્યારે જીલ્લા એસપીએ સીસીટીવી કમાંડ એન્ડ કંટ્રોલ નેત્રમ ટીમમાં ૩૦ પોલીસ કર્મચારીઓની નિમણુક કરી છે

મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા ૩૦ પોલીસ કર્મચારીઓની સીસીટીવી કમાંડ એન્ડ કંટ્રોલ નેત્રમ પોલીસ હેડ કવાર્ટર ખાતે બદલી કરી છે જેમાં આરતીબેન બચુભાઈ દેત્રોજા, સાગરકુમાર કિરીટકુમાર કણઝારીયા, વિજયકુમાર રવજીભાઈ ગરચર, પ્રફુલભાઈ કરશનભાઈ પરમાર, શારદાબેન ગોકુળભાઈ સાપરા, જીજ્ઞાશા રમણીકલાલ વારવેડીયા, જયશ્રીબેન રતિલાલ સંદ્યાણી, આરતીબેન પ્રવીણભાઈ ફેફર, લક્ષ્મીબેન રામજીભાઈ પરજીયા, મોનિકા ભરતભાઈ પટેલ, કિરણબેન રામજીભાઈ ઢેઢી, દશરથસિંહ દ્યનશ્યામસિંહ જાડેજા, વિપુલકુમાર જસમતભાઈ લોખીલ, દિલીપભાઈ રામજીભાઈ ચૌહાણ અને સિદ્ઘરાજસિંહ ભગવતસિંહ વાળા સહિતના પોલીસ કમર્ચારીઓની બદલી કરાઈ છે

ઉપરાંત જયશ્રીબેન જશાભાઈ કોઠીવાર, રૂપલબેન અશોકભાઈ છૈયા, દીપકકુમાર કલ્યાણભાઈ સોલંકી, સહદેવ શિવલાલ રાઠોડ, જનકસિંહ જયરાજસિંહ ઝાલા, વિજયકુમાર મુમાંભાઈ ગોલતર, યોગેશભાઈ હેમંતભાઈ સગર, રવિકુમાર બલદેવભાઈ કણઝારીયા, જયદીપ હર્ષદકુમાર અંદરપા, ભાવિનકુમાર કનુભાઈ ગુઢડા, દિવ્યરાજસિંહ ફતેસિંહ ઝાલા, વિજય નાથાભાઈ ડાંગર, સોયબ એહમદ ગુલામહુશેન અજમાત્રા, રાહુલભાઈ રવાભાઈ ડાંગર અને ઉપેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલાની બદલી કરાઈ છે.

વિદ્યાર્થીઓ દ્વારા કેન્ટીન  નિરાધાર બાળકોને મદદ

મોરબીની પી જી પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ કેન્ટીન ચલાવી તેમાંથી થનાર આવક નિરાધાર બાળકોને અર્પણ કરવાનો અનોખો નિર્ધાર કરાયો છે.

શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને જીવન દ્યડતરના પાઠ શીખવતી પી જી પટેલ કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ નિરાધાર બાળકો માટે કોલેજના વિદ્યાર્થીઓએ સેવાયજ્ઞ ચલાવ્યો હતો જેમાં બીબીએ સેમ ૪ ના વિદ્યાર્થીઓ દ્વારા કેન્ટીન ચલાવવામાં આવી હતી અને કેન્ટીનથી થયેલ આવક નિરાધાર બાળકોના લાભાર્થે ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું છે અને બીબીએના વિદ્યાર્થીઓના સેવાયજ્ઞમાં અન્ય વિદ્યાર્થીઓ પણ હોશભેર જોડાયા હતા સમગ્ર પ્રવૃતિનું સંકલન પ્રો. જસ્મીન અંદાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

એસએસવાય યોગ શિબિર

મોરબીમાં આગામી તા. ૨૨ ને રવિવારના રોજ સાંજે ૭ કલાકે સ્વાગત હોલ, કેનાલ રોડ રવાપર ચોકડી મોરબી ખાતે એસએસવાય યોગ શિબિર યોજાશે જે ઇનટ્રોડકશન શિબિરમાં રોગની મુકિત માટે, શરીરની સ્ફૂર્તિ માટે, મનની શાંતિ માટે અને સાચી સમજણ માટે જરૂરી છે

એસએસવાય યોગ શિબિરમાં જોડાવવા માટે નામ નોંધાવવું ફરજીયાત છે નામ નોંધાવવા માટે અંબારામભાઈ કવાડિયા, હસુભાઈ પાડલીયા, હર્ષદભાઈ ગામી, વૈશાલીબેન પટેલ, નવનીતભાઈ કુંડારિયા, ડાયાભાઇ અદ્યારા, ધ્રુવભાઇ દેત્રોજા, નરેશભાઈ જગોદણાનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

(1:13 pm IST)