સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

ઉના દરિયામાં ૩ બોટ ડુબીઃ ૫ લાપતાઃ બે ખલાસીઓની લાશ મળી

ઉના તા.૧૬: ઉના દરિયામાં ફિશીંગ  બોટ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઇ જતા ડુબી ગયેલ છે.

ડૂબી ગયેલ બોટોના ૨ ખલાસીઓની લાશ મળી આવી છે.

ત્રણેય બોટો ડુબી જતા બોટના ૧૬ ખલાસીઓને હેમખેમ બચાવ થયેો છે. ૫ ખલાસીઓ લાપતા થઇ ગયેલ છે. જેમાં ઉના નજીક કાંઠે ૨ ખલાસીઓની લાશ મળી આવી છે. જેની ઓળખ માટે પ્રયાસો થઇ રહેલ છે. લાપતા ૫ ખલાસીઓની શોધ ચાલી રહી છે. કુલ ૨૧ ખલાસીઓ ત્રણ બોટમાં હતા.

(1:11 pm IST)