સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

ધ્રોલઃ ગુજરાતી કંસારા જ્ઞાતિનો ર૯માં સમુહલગ્નઃ પરિચય મેળો યોજાયો

ધ્રોલ તા. ૧૬ : શ્રીગુજરાતી કંસારા જ્ઞાતી સમુહલગ્ન ટ્રસ્ટ વઢવાણસીટી દ્વારા લીંબડી મુકામે ર૯માં સમુહલગ્ન તથા દ્વીતીય પરિચય મેળો ધામધુમથી સંપન્ન થયેલ છે.

ર૯મો સમુહલગ્નમાં નવદંપતી લગ્ન ગ્રંથીથી જોડાયેલ અને પ૬૦ યુવક યુવતીઓએ પરિચય મેળામાં ભાગ લીધો આ સમુહલગ્ન અને પરિચય મેળામાં સ્થાપક ટ્રસ્ટી ચિમનભાઇ ખાખી, બકુલભાઇ ખાખી, હરેશભાઇ લાલાણી, કિરણભાઇ ખાખી તેમજ લીંબડીના જ્ઞાતિજનો તથા યુવક મંડળના સહકારથી ધામધુમથી સંપન્ન થયેલ.

પ્રમુખ શ્યામલાલભાઇ કંસારા, મંત્રી ગુણવંતભાઇ ખાખી, ખજાનચી કિરણભાઇ ઢુગી તથા ટ્રસ્ટીઓ દ્વારા જહેમત ઉઠાવેલ પ્રમુખ શ્યામલાલભાઇ કંસારા દ્વારા સમુહલગ્નમાં પરિચય મેળામાં ભાગ લેનારા તમામ મહેમાનો અને ઉપસ્થિત જ્ઞાતિજનોનું સ્વાગત કરાયેલ મહંતશ્રી લાલદાસબાપુએ નવદંપતીને આશીર્વાદ આપેલ. મંત્રી ગુણવંતભાઇએ પરિચય મેળામાં પ૬૦ ફોર્મ આવેલ તેમાં ૪૭૮ યુવકોના અને૮ર યુવતીઓના ફોર્મ આવેલ છે વધુમાં વધુ યુવતીઓના ફોર્મ ભરવા અપીલ કરેલ.

પરિચય પુસ્તીકાનું વિમોચન ચીમનલાલ પ્રાગજીભાઇ ખાખી દ્વારા કરાયેલ, પ્રથમ પરિચય મેળાના પ૦યુવક યુવતીઓ લગ્ન ગ્રંથી જોડાયેલ અને પ્રથા પરિચય મેળાએ સફળતા મેળવેલ. પ્રથમ પરિચય મેળાની સફળતા માટે ચીમનલાલ ખાખી, બકુલભાઇ ખાખી, ભાઇલાલભાઇ દંગી, હસમુખભાઇ ગોરખીયા વિગેરેએ સમુહલગ્ન ટ્રસ્ટને અભિનંદન આપેલ.

કંસારા જ્ઞાતીમાં સામાજીક સુધારાઓ થયેલ છે ગોળ ઘટક ગુજરાતી કંસારા, મારૂ કંસારા, કચ્છી કંસારા એક થયેલ છે. કંસારા સમાજમાં પરિવર્તન આવી રહેલ છે શૈક્ષણીક વિકાસ માટે વિવિધ મદદ વિદ્યાર્થીઓને કરાય છે. તેમ પ્રમુખે જણાવેલ સમુહલગ્ન સમારોહમાં રાજસ્થાન, ડુંગરપુરના કંસારા સમાજના પૂર્વપ્રમુખ મનહરલાલ, પ્રતિનિધિઓ સાથે ઉપસ્થિત રહેલ. તેમણે જણાવેલ કે રાજસ્થાન અને ગુજરાતનો કંસારા સમાજ એક બનેલ છે. રાજસ્થાનની પચ્ચીસેક દિકરીઓ ગુજરાતમાં પરણાવેલ છે. જે અભિનંદનીય છે. પરિચય મેળાનું સંચાલન દિનેશભાઇ કાગડાએ કર્યું હતું.

(1:07 pm IST)