સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

વિરમગામ બહુચરજી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં પિતા-પુત્ર સહિત ૩ના કરૂણ મૃત્યુ

કન્ટેનર ચાલક કન્ટેનર રેઢુ મુકી વિરમગામ પો. સ્ટેશનને હાજર થઇ ગયેલ

વઢવાણ,તા.૧૬: વિરમગામ-બહુચરાજી હાઈવે પર વિરમગામ થી રાત્રે ૮ કિલોમીટર જુનાપાધર ગામ પાસે બહુચરાજી તરફથી આવી રહેલ કન્ટેનર ચાલકે વિરમગામ તરફ આવી રહેલ બાઇકને હડફેટમાં લઇ ફરાર થઈ જતા બાઈકમાં સવાર ૩ લોકોના દ્યટના સ્થળે જ કરૂણ મોત નિપજયા હતા જુનાપાધર ગામના અમરતલાલ મફતલાલ સાધુ રવિવારે બપોરે ૩:૦૦ કલાકે જુનાપાધર ગામ થી વિરમગામ તરફ આવવા માટે નિકળ્યા હતા.

વિરમગામ- બહુચરાજી હાઈવે પર પાછળની તરફ થી આવી રહેલ ધસમસતા કન્ટેનર ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઈકચાલક અમરતલાલ મફતલાલ સાધુ ઉંમર ૩૮ વર્ષ (પિતા)બાઈકમાં સવાર ,નિલેષભાઈ અમરતલાલ સાધુ ઉંમર ૧૨ (પુત્ર )વર્ષ,જેમીનભાઇ અશોકભાઈ સાધુ ઉંમર ૧૬ વર્ષ(ભત્રીજો) નુ દ્યટનાસ્થળે મોત નિપજાવી દ્યટના સ્થળે થી ફરાર થઈ ગયો હતો.

અકસ્માત થતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જયારે કન્ટેનર ચાલક જુનાપાદર અને વિરમગામની વચ્ચે આવેલ નિલકી ગામ પાસે કન્ટેનર મૂકીને વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો પોલીસે દ્યટના સ્થળે જઇ ત્રણેય મૃતકોને વિરમગામ ડીઝાસ્ટરના મેનેજમેન્ટ સંસ્થાના નગીનભાઈ દલવાડી અને બીજુ ભાઈ ગુપ્તા દ્વારા સબ વાહિનીમાં વિરમગામ ગાંધી હોસ્પિટલ પીએમ માટે ખસેડયા હતા.

અમૃતભાઇ સાધુ વિરમગામ જલારામ મંદિર ખાતે છેલ્લા ત્રણ વર્ષથી સેવા પૂજા નું કામ કરતા હતા અને પુત્ર પત્ની સાથે જલારામ મંદિર ખાતે રહેતા હતા જયારે મોટો પુત્ર જુનાપાધર વતનમાં કાકાની સાથે રહેતો હતો જુનાપાદર બપોરે સેવા પૂજા કરીને પિતા-પુત્ર ગયા હતા પાછા આવતી વખતે ભત્રીજા ને વિરમગામ આવવા સાથે લઈને નીકળ્યા હતા ત્યારે કાળમુખા કન્ટેનરે ત્રણનો ભોગ લીધો હતો જે બાબતની વાત જુનાપાધર ગામ મળતા ગ્રામજનો દોડી આવ્યા હતા.

(1:06 pm IST)