સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

પોરબંદર જિલ્લા શિક્ષણ 'ડાએટ' વિભાગ તથા બોર્ડ કન્ઝર્વેશન દ્વારા પર્યાવરણની પાઠશાળા યોજાઇ

શિક્ષકોને પર્યાવરણ પક્ષીઓની સમજ તથા ચકલી ઘર વિતરણ

પોરબંદર,તા.૧૬:  જિલ્લા શિક્ષણ,ડાએટ વિભાગ તથા બર્ડ કન્ઝર્વેશન સોસાઈટી પોરબંદરના સંયુકત ઉપક્રમે ' પર્યાવરણ ની પાઠશાળા' નો કાર્યક્રમ યોજાયો હતો.

ઉપરોકત કાર્યક્રમ ની વિગત આપતા બી સી એસ પી ના પ્રમુખ ભરતભાઇ રુદ્યાની તથા ડાયેટ નાં દક્ષાબેન જોશી એ જણાવેલ કે પોરબંદર જિલ્લાની ઈકો કલબ ના ૧૫૦ થી પણ વધુ શિક્ષક ભાઈ બહેનો માટેઙ્ગ જિલ્લા ડાયેટઙ્ગ દ્વારા યોજવામાં આવેલ હતો,કાર્યક્રમ ની શરૂઆત માં દક્ષાબેન દ્વારા ઉપસ્થિત મહાનુભવો નો શબ્દોથી સ્વાગત બાદ પરિચય અને કાર્યક્રમ ની રૂપરેખા આપેલ, ત્યારબાદઙ્ગ બર્ડ કન્ઝર્વેશન સો દ્વારા ઉપસ્થિત શિક્ષકોને માહીતગાર કરતાં ભરતભાઈ એ જણાવેલ કે હાલનો પર્યાવરણ માટે નો કપરો અને દ્યાતક સમય નાં તબક્કામાંથી દેશ અને દુનિયા પસાર થઈ રહ્યા છે, કે જયાં પર્યાવરણ નાં પ્રાણ પર દ્યેરું સંકટ ઉભું થયું છે, અને ગ્લોબલ વોર્મિંગ થી આપણે સહુ વ્યાપક રીતે પીડા ભોગવી રહ્યાં છીએ ત્યારે તેની દ્યાતકઙ્ગ અસરથી બચવા અને આવનારી નવી પેઢી ને સુરક્ષિત અને શુદ્ઘ જળ,વાયુ, વાતાવરણ અનેઙ્ગ વૃક્ષઆછદિતઙ્ગ લીલીછમ ધરાને બચાવવા માટે પર્યાવરણ નું શિક્ષણ અને તેના પર્યાય રૂપે શિક્ષકથી વધુ કોઈઙ્ગ અસરકારકઙ્ગ માધ્યમ ના હોઈ શિક્ષકો એ એક વિશેષ જવાબદારી લઇઙ્ગ નવી પેઢી ને શિક્ષણ ની સાથે પર્યાવરણના પાઠઙ્ગઙ્ગ ભણાવવા ની પણ એક વીશેષ ફરજ બજાવવાનીઙ્ગ ખાસ જરૂરિયાત ઉભી થઇ છે, અને આવી અનેક કામગીરી શિક્ષક ગણ દ્વારા ભૂતકાળમાં પણ સુપેરે પાર પાડવામાં આવેલ છે અને હાલ પણ ફરજો શિક્ષકો હોશ અને ખંતથી નિભાવે છે , ત્યારે સમાજની આશા ભરી નજર શિક્ષકો તરફ જાય એ સ્વાભવિક પણ છે, તેવી સમજ આપતાં ભરતભાઇ રુદ્યાણી એ આપેલ.

પક્ષીઓ નાં મોટા ફોટોગ્રાફ્સ બતાવી પક્ષી જગત માં પણ બ્રાહ્મણ કુલનાંઙ્ગ બ્રાહ્મીની મયના,બ્રાહ્મીની ડક, બ્રાહ્મીની કાઇટ, જેવાં પક્ષીઓ છે, તેમજ પક્ષી જગત માં લુહાર, કંસારા,પોલીસ, દરજી, જેવા ગુજરાતી તધ્પડી નામો ધરાવતાં પક્ષીઓ પણ છે તેવી માહિતી આપતા ઉપસ્થિત શિક્ષગણઙ્ગ અચંબિતઙ્ગ થયેલ, તેમજઙ્ગ પોરબંદર જીલ્લામાં આવતાં યાયાવર પક્ષી વિશે વૈજ્ઞાનિક માહીતી જેવી કે પક્ષીનો ઋતુપ્રવાસ, દિનચર્યા, તેમજ જલપ્લાવીત વિસ્તાર ની ઉપયોગીતા અને મહ્રત્વ જરીયાત વિશે જણાવેલ તેમજ સહુ નેઙ્ગ દ્યર આંગણે ચી ચી કરતી ચકલી ઓની દ્યટતી સંખ્યા કેમ વધારવી તેની સમજણ આપવામાં આવેલ, તે અંતર્ગત ડાયેટ દ્વારા તાલીમાર્થી દરેક શિક્ષકોને ચકલી દ્યર પણ આપવામાં આવેલ,ત્યારબાદ ડાયેટના પટાંગનમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે રાતરાણી અને કોર્ડીંયા ના વૃક્ષો નું રોપણ કરવામાં આવેલ અને તાલીમાર્થીઓને વૃક્ષો નું મહત્વ અને તેની ઉપયોગીતા સમજાવેલ, ઉપરોકત કાર્યક્રમ ને સફળ બનાવવામાં સંસ્થાના સભ્યો ભારતીબેન વ્યાસ ,દિવ્યાબેન રુદ્યાણી, ચંદનીબેન રૈઠઠ્ઠા, હીનાબેન અટારા ,હારકાંતભાઈ દેસાઈ, તેમજ શિક્ષકગણ એ ઉઠાવેલ હતી.

(12:09 pm IST)