જસદણની ખેડૂત કંપનીને નવી દિલ્હીમાં એવોર્ડ
જસદણ તા ૧૬ : વીંછિયા અને બાબરા તાલુકા માં કામ કરી ખેડૂતો દ્વારા બનેલ અને ખેડૂતો માટે બનેલ સૌરાષ્ટ્ર સ્વનિર્ભર ખેડૂત પ્રોડ્યુસર કંપની ને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળેલ છે. આ એવોર્ડ બેસ્ટ ખેડૂત કંપની માટે મળેલ હતો. એવોર્ડ નું આયોજન એકસેસ ડેવલોપમેન્ટ સર્વિસ અને રેબો બેંક દ્વારા નવી દિલ્હી ખાતે થયેલ હતું જેમ નાબાર્ડ બેંક ના ચેરમેન શ્રી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવેલ. ગત વર્ષે આ ખેડૂત કંપની દ્વારા ખેડૂતો ને પોતાના ઉત્પાદન માટે વધુ ભાવ મળે તે બાબતે કંપની દ્વારા પ્રોસેસિંગ કરી ખેડૂતોને વધુ ભાવ માટે તે બાબતે ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવેલ હતી અને લગભગ ૧૫૦૦ ખેડૂતોને આ કામગીરી થી લાભ મળેલ હતો. ચાલુ વર્ષે પણ આ ખેડૂત કંપની દ્વારા ખેડૂતોને સારા બિયારણ અને ખાતર મળે તે બાબતે વધુ સારું કામ કરેલ છે અને ખેડૂતોના ઉત્પાદન ને પ્રોસેસિંગ કરી વધુ સારા ભાવ મળે તે બાબતે કામગીરી કરી રહેલ છે.(તસ્વીર ધર્મેશ કલ્યાણી જસદણ)