સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

ઉપલેટામાં પત્રકાર સંઘ દ્વારા ધર્મનંદન સ્વામીનું કરાયેલ સન્માન

ઉપલેટા, તા. ૧૬ : અહીંના દ્વારકાધીશ સોસાયટી સામે ભવ્ય શિખરબંધ સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ પાંચ વર્ષ પહેલા કરવામાં આવેલ હતું તે મંદિરના શ્રી ધર્મનંદન સ્વામી દાતાઓ અને હરિભકતોના સહયોગથી મંદિરને પાંચ વર્ષ પૂરા થતાં તે નિમિતે ભવ્ય પંચાશિબ્દ મહોત્સવનું સ્વામીનારાયણ સત્સંગ પારાયણનું વિદ્વાન વકતા શ્રી હરિપ્રસાદ સ્વામી (અથાણાવાળા)ના વ્યાસાશને આયોજન કરવામાં આવેલ છે.

જેમાં અન્નકોટ શાકોત્સવ સહિતના ભવ્ય મનોરથો તદ્ ઉપરાંત આઠ દિવસ સુધી કથા સાંભળવા આવતા બહારગામ તથા ગામના તમામ શ્રોતાઓ માટે બન્ને ટાઇમ ભોજન પ્રસાદ અને રહેવાની ઉત્તમ સગવડો કરવામાં આવી છે. આ પારાયણમાં ગામેગામથી ી સંતો પધારી આશિર્વચન અને દર્શનનો લાભ આપે છે.

ધમોત્સવના આયોજકશ્રી ધર્મનંદન સ્વામીનું ઉપલેટા તાલુકા પ્રિન્ટ અને ઇલેકટ્રીક મીડીયાના પત્રકાર દ્વારા શાલ ઓઢાળી હારતોરા કરી ઉષ્માભર્યું સન્માન કરવામાં આવેલ અને વકતા શ્રી હરિપ્રસાદ સ્વામીનું પણ સન્માન કરેલ હતું.

આ પ્રસંગે વ્યાસપીઠ ઉપરથી બોલતા હરિપ્રસાદ સ્વામીએ યુવાનોને દારૂ જુગાર તમાકુ બીડી જેવા વ્યસનો ત્યજવા અપીલ કરતા જણાવેલ કે ભગવાન સ્વામીનારાયણ પણ વ્યસનમુકત તંદુરસ્ત સમાજના નિર્માણ માટે ધરતી ઉપર આવ્યા હતાં અને તેમણે ખાસ પત્રકારોને ઉદેેેેશી બોલતા જણાવેલ કે પત્રકારએ સમાજની આંખ છે લોકો વ્યસનમુકત અને સમાજ તંદુરસ્ત બને એવા પ્રયાસો અને જાગૃતિ લાવવાની આજના સમયમાં પત્રકારોની જવાબદારી અને ફરજ થઇ પડે છે.

આ પ્રસંગે પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઇ, ઉપપ્રમુખ જગદીશભાઇ રાઠોડ, મહામંત્રી ભરતભાઇ રાણપરીયા, કાનભાઇ સુવા, વિપુલભાઇ ધામેચા, જયેશભાઇ મારડીયા, અળશીભાઇ આહીર, ભાવેશ ગોહેલ, કિરીટભાઇ રાણપરીયા સહિતના પત્રકારો હાજર રહ્યા હતાં.

(12:04 pm IST)