સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

પોરબંદરમાં લોકરક્ષકની ભરતીમાં અન્યાય સામે માલધારી સમાજનો આક્રોશઃ વિશાળ રેલી નીકળી

ન્યાયની માંગણી સાથે ઉપવાસ આંદોલનનો ૧૧ મો દિવસઃ જિલ્લા પંચાયત કચેરીએ આવેદનપત્ર

પોરબંદર, તા., ૧૬: લોકરક્ષક ભરતીમાં માલધારી સમાજન આક્રોશ વધ્યો છે. જિલ્લા પંચાયત કચેરી સામે ન્યાય મેળવવાની માંગણી સાથે ચાલતા ઉપવાસ આંદોલનનો આજે ૧૧ મો દિવસ છે. છતા સરકારના કોઇ પ્રતિનિધિ ઉપવાસ છાવણીએ આવેલ છે.

માલધારી સમાજના આજે વિશાળ રેલી નિકળી હતી અને જિલ્લા પંચાયત કચેરીએ જઇને આવેદનપત્ર પાઠવીને અન્યાય દુર કરવા માંગણી કરી હતી.

માલધારી સમાજની રેલી શીતલા ચોકથી શરૂ થયેલ અને મુખ્યમાર્ગો ઉપરથી પસાર થઇને જિલ્લા પંચાયત કચેરીએ જઇને આવેદનપત્ર પાઠવ્યું હતું. રેલીમાં માલધારી સમાજના આગેવાનો જ્ઞાતિજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીમાં માલધારી સમાજની બહેનો પણ જોડાઇ હતી.

(12:02 pm IST)