સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

જેતપુર-ધોરાજીને ધમરોળતી પરપ્રાંતિય તસ્કર ગેંગ પકડાઇઃ ત્રણ બાઇક સહિત છ ચોરીનો ભેદ ખુલ્યો

જેતપુરની બે ચોરી અને ત્રણ બાઇક ચોરી તેમજ ધોરાજીમાં ૧ ઘરફોડી કર્યાની કબુલાતઃ રૂરલ એલસીબીના પી.આઇ એમ.એન રાણાની ટીમને સફળતા

તસ્વીરમાં પકડાયેલ નીચે બેઠેલ તસ્કર ગેંગ સાથે રૂરલ ક્રાઇમ બ્રાંચનો કાફલો અને કબ્જે કરાવેલ ચોરાઉ બાઇક તથા અન્ય મુદ્દામાલ નજરે પડે છે.

રાજકોટ તા.૧૬: જેતપુર અને ધોરાજી પંથકને ઘમરોળતી પરપ્રાંતિય ગેંગને રૂરલ ક્રાઇમ બ્રાંચે પકડી  પાડી ત્રણ બાઇક સહિત છ ચોરીનો ચેદ ઉકેલ્યો હતો.   જીલ્લાના પોલીસ અધિક્ષક  બલરામ મીણા ેએ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઇન્સ.  એમ.એન.રાણા તથા સ્ટાફ પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન પો. હેડ કોન્સ. શકિતસિંહ જાડેજા પો. કોન્સ. નારણભાઇ પંપાણીયા , દિવ્યેશભાઇ સુવા તથા કૌશીકભાઇ જોષીને એમ ચારેયને સંયુકતમાં ચોક્ક્સ ખાનગી બાતમીદારો મારફતે મળેલ હકિકત આધારે ે જેતપુર તાલુકાના મંડલીકપુર ગામની સીમમાંથી (૧) દિનેશ બનસીંહભાઇ મોરી -આદિવાસી ઉ.વ. ર૬ ધંધો-્ર ખેતમજુરી રહે-મંડલીકપુર ગામની સીમ અરવિંદભાઇ સેજલીયાની વાડીમાં તા. જેતપુર મુળ ગામ-્ર ડોબડી તા.ટાંડા જી.ધાર (મધ્યપ્રદેશ)(ર) ગીરધર રેચસીંગભાઇ પવર - આદિવાસી ઉ.વ. ૩૦ ધંધો-ખેત મજુરી રહે-્ર ચાચાપર ગામની સીમ નજરૂભાઇની વાડીએ તા.જી. મોરબી ટંકારામુળ ગામપ્ર તગવલી ગામ તા. ટાંડા જી.ધાર (મધ્યપ્રદેશ) (૩) કમલેશ ઉર્ફે કમલ સમરૂભાઇ પવર - આદિવાસી ઉ.વ. રપ ધંધો-ખેત મજુરી રહેપ્ર મંડલીકપુર ગામની સીમ, બાલીભાઇ પટેલની વાડીએ તા. જેતપુર જી. રાજકોટ મુળ ગામ-બગોળી ગામ તા. નરવાલી જી.ધાર(મધ્યપ્રદેશ) તથા (૪) અર્જુનભાઇ સમરૂભાઇ પવર જાતે- આદિવાસી ઉ.વ. ૨૦ ધંધો- ખેત મજુરી રહેપ્ર જેતલસર ગામની સીમ, રતીભાઇ પટેલની વાડીએ તા. જેતપુર જી. રાજકોટ મુળ ગામ- બગોળી ગામ તા. નરવાલી જી.ધાર (મધ્યપ્રદેશ) ને ચોરાઉ  ચાંદી તથા પીળી ધાતુના દાગીના ની કિ. રૂ. ૯,૬૦૦/- ,ત્રણ મો.સા. કિ.રૂ. ૬૦,૦૦૦/-,મોબાઇલ ફોન નંગ-૭ કિ. રૂ. ૪૭,૫૦૦/- તથા રોકડ રકમ ૧૪૬૦ મળી કુલ  રૂ./ ૧,૧૮,૫૬૦/-ના મુદ્દામાલ  સાથે ઝડપી લીધા હતા.

પકડાયેલ તસ્કર ગેંગ આજથી આશરે બારેક દિવસ પહેલા ધોરાજી, જાનાવડ, રોડ પાસે આવેલ એક મકાનમાં પ્રવેશ કરી સોના તથા ચાંદીના દાગીનાની ચોરી કરેલની  કબુલાત આપેલ છે.  તેમજ આજથી આશરે દશ દિવસ પહેલા  જેતપુર નવાગઢ ખોડિયાર માતાજીના મંદિર પાસે મકાન પાસે પડેલ  એક મો.સા.ની. ચોરી તેમજ આજથી આજથી આશરે દશ દિવસ પહેલા

જેતપુર નવાગઢ એસ.બી.આઇ. બેંક પાસેથી એક મોબાઇલની દુકાનના તાળા તોડી પ્રવેશ કરી મોબાઇલ ફોન તથા રોકડ રકમની ચોરી , આજથી આશરે દશ દિવસ પહેલા જેતપુર નવાગઢ એસ.બી.આઇ , બેંક પાસેથી એક દુકાનના તાળા તોડવાનો પ્રયાસ , આજથી આશરે દશેક દિવસ પહેલા જેતપુર, કેનાલ પાછળના ભાગેથી એક મો .સા.ની ચોરી , આજથી આશરે નવેક દિવસ પહેલા જેતપુર તાલુકાના જાંબુડી ગામેથી એક મો.સા.ની ચોરી કરેલની કબુલાત આપેલ છે.

 આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. નાપોલીસ ઇન્સ. શ્રી એમ.એન.રાણા , એ.એસ .આઇ. પ્રભાતભાઇ રાયધનભાઇ બાલાસરા તથા પો.હેડ કોન્સ. મહિપાલસિંહ પ્રધ્યુમનસિંહ જાડેજા, શકતસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, મહેશભાઇ જાની, અનીલભાઇ રવજીભાઇ ગુજરાતી , તેજશભાઇ મહિધરીયા તથા રવિદેવભાઇ બારડ પો.કોન્સ. નારણભાઇ પંપાણીયા , દિવ્યેશભાઇ દેવાયતભાઇ સુવા, કૌશીકભાઇ જોષી , મેહુલભાઇ સોનરાજ, ભાવેશભાઇ મકવાણા , મનવીરભાઇ મીયાત્રા, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, રસીકભાઇ જમોડ , રહિમભાઇ દલ, તથા અનીરૂધ્ધસિંહ જાડેજા ,નરેન્દ્રભાઇ દવે જોડાયા હતા.

(12:01 pm IST)