સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

માળીયા હાટીના તાલુકાના આછીદ્રા ગામેથી દીપડો પાંજરે પુરાયો

માળીયા હાટીના તા ૧૬  :  માળીયા હાટીના તાલુકાના આછીદ્રા ગામે થોડા દિવસથી દીપડના આંટાફેરા વધ્યા હોય અને હાલ રવીપાક માં પિયત તથા ખેતીકામ પુરજોશમાં હોય ખેડુત બાબુભાઇ કરશનભાઇ બારડ દ્વારા વન વિભાગને અરજી કરતા માળીયા વન વિભાગના આર.એફ.ઓ. મકવાણા ફોરેસ્ટર, એચ.વી. સિલુ, ચોૈહાણ સહિત સ્ટાફ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી પીંજરૂ ગોઠવી વોચ રાખતા,દિપડો આબાદ પાંજરામાં પુરાઇ જતા દીપડાને મેડીકલ તપાસ અર્થે પશુ ચિકિત્સક પાસે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:00 pm IST)