સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

કોડીનારમાંથી ૪૩પ બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

કોડીનાર, તા. ૧૬ : જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મનીન્દરસીંગ પવાર તથા ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહલ ત્રિપાઠી સાહેબ દ્વારા પ્રોહી અગેની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સખત સુચના  હોય ને એલ.સી.બી.ગીરસોમનાથના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી કે.જે.ચૌહાણે સ્ટાફ સાથે ગઇ રાત્રીના એલ.સી.બી ગીરસોમનાથના .ઠેડ.કોન્સ શેલષભાઇ ડોડીયા,પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા,બી.ટી.સીસોદીયા તથા પો.કોન્સ ઉદયસીહઠ પ્રતાપસીહ  પો.સ્ટાફ કોડીનાર ટાઉનમાં પેટ્રોલીંગ દરમ્યાન પો હૈડ.કોન્સ શૈલષભાઇ ડોડીયા તથા પો.કો. ઉદયસિંહ ની સંયુકત બાતમી હકીકત આધારે સચીન વજુભાઇ ડોડીયા રહે.ડોળાસાવાળો પોતાના કબ્જા ભોગવટાની હોન્ડા સીટી ફોરવ્હીલ નં જીજે-૩ર-બી-ર૩૬૬ માં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી કોડીનાર આવતો હોવાની હકીકત મળતા વોચમાં રહેલ.

હકીકત વાળી કાર રોકી ચેક કરતા કારનો ચાલક સચીન વજુભાઇ ડોડીયા (ઉ.વ.ર૪) રહે.ડોળાસા તા.કોડીનાર વાળો સદર હોન્ડા સીટી ફોરવ્હીલ ન જીજે- ૩ર-બી-ર૩૬૬ વાળીમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ જુમ ટંગો લેમન પંચ ૧૮૦ એમ.એલ.ની પ્લાસ્ટીકની બોટલો નગ-૩ કિ.રૂ. ૧૭,૪૫૦/ તથા રોયલ સ્ટેગ કલાસીક વ્હીસ્કી નાશીક બનાવટની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૯૫ કિજન ૯,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ ૫૦૦૦/- તથા ફોર વ્હીલ કિ.રૂ ૧,૦૦,૦૦૦/-મળી કુલ ર્ર ૧,૩૧,૯૫૦/ નો પ્રોહી મુદામાલ સાથે પકડાઇ જઇ તથા આ પ્રોહી મુદામાલ નીલેષ મનુભાઇ રે.ઉનાવાળા ખેપુરો પાડી તથા વિજય નારણભાઇ યીહાણ રહે.કોડીનાર વાળા એ આ દારુ મંગાવી ગુન્હો કરેલ તમામ આરોપી વિરૂધ્ધ કોડીનાર પો.સ્ટે.માં પ્રોહી ધારા તળે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:50 am IST)