સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

દામનગરના ઇંગોરાળા જાગાણી ગામે ત્રણ ત્રણ વર્ષથી પાણી પુરવઠાની લાઇનમાંથી પાણીનો વ્યય : લાઇન તોડી કે તૂટી ?

સરકાર સેવવોટર જળ બચાવો અભિયાન ચલાવે છે ત્યારે દિવા તળે અંધારૂ

દામનગર તા.૧૬ : લાઠી તાલુકા ના ઈંગોરાળા જાગાણી ખાનગી માલિકી ની ખેતી ની જમીન માં ત્રણ વર્ષ કરતા વધુ સમય થી કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના ભીંગરાડ ઓવર હેડ થી ભિગરાડ જતી લાઇન માંથી લાખો લીટર પાણી નો વ્યય કોના હક્ક હિત માં ? લાઠી તાલુકા ના ઈંગોરાળા જાગાણી ખાનગી ખેતી ની જમીન માં થી પસાર થતી કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની ભીંગરાડ થી ભોરીગડા જતી લાઇન ત્રણ વર્ષ કરતા વધુ સમય થી તૂટી લાખો લીટર પાણી નો વ્યય થઈ રહો છે અને ખેડૂત ની એક વિધા કરતા વધુ જમીન કાયમ બિન ઉપજાવ પડી રહી છે કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ઓ મોટા ભાગે કોન્ટ્રક પર ચાલી રહી છે સરકાર સેવ વોટર માટે ખૂબ પ્રચાર કરી જળ બચાવો અભિયાનો ચલાવી રહી છે ત્યારે બીજી બાજુ ખાનગી ખેતી ની જમીનો પર પાણી પુરવઠા બોર્ડ ની ભીંગરાડ ઓવર હેડ થી ભોરીગડા તરફ જતી લાઇન મનસુખભાઇ લાધાભાઈ આસોદરિયા ના ખેતર માં તૂટી ને લાખો લીટર પાણી વેસ્ટ જઇ રહ્યું છે આ લાઇન માં થી ત્રણ વર્ષ કરતા વધુ સમય થી લાખો લીટર દૈનિક પાણી નો વેડફાટ કેમ? આ લાઇન કોના હિત માં તોડી કે તોડવા માં આવી ? પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ખેડૂતે રજૂઆત કરી તેમ છતાં આ ડેમેજ કન્ટ્રોલ નહિ કરવા પાછળ શુ ? કારણ આવા અનેકો સવાલ નો જવાબ પાણી પુરવઠા બોર્ડ ના તંત્ર પાસે નથી.એક વિધા કરતા વધુ ખાનગી માલિકી ની ખેતી ની જમીન માં થી પચાસ થતી પાણી પુરવઠા બોર્ડ ની લાઇન માં થી જતા પાણી ના કારણે એક વિધા જમીન પર કોઈ ઉપજ નીપજ ન લઈ શકતા ખેડૂતે અનેક વખત પાણી પુરવઠા બોર્ડ માં રજૂઆતો પણ કરી છે પણ આ ડેમેજ કન્ટ્રોલ કોના હિત માં કરાય છે ?દિવા તળે જ અંધારું ગુજરાત સરકાર ના સેવા વોટર સિસ્ટમ હાંસી ઉડાડતા પાણી પુરવઠા બોર્ડ ના તંત્ર એ આ ડેમેજ કોના હક્ક હિત માં કર્યું કે કરાવ્યું ? તે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરી લાખો લીટર પાણી નો વ્યય અટકે તે જરૂરી છે.(

(11:48 am IST)