જામજોધપુરમાં વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
જામજોધપુર : શ્રી નગર પંચાયત કન્યા વિદ્યાલયમાં સ્વ.નારણભાઇ કરશનભાઇ ખાંટ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી ભાઇ બહેનોને શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટય થી કરી હતી. નગર પંચાયત કન્યા વિદ્યાલયની બહેનો દ્વારા અનેકકૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જામજોધપુર ન.પા.ના પ્રમુખ સોનલબેન ખુશાલભાઇ જાવીયા, કોર્પોરેટર મીરાબેન ખાંટ, વાસમો ડાયરેકટર અમુભાઇ વૈષ્નાણી તેમજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી જગતપ્રસાદદાસજી, રાકેશભાઇ ડેડાણીયા, કાંતિભાઇ રામોલીયા, ભુપતભાઇ બાણુંગારીયા તેમજ શાળાના આચાર્ય વીણાબેન કણસાગરા તેમજ શાળા સ્ટાફ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર : દર્શન મકવાણા, જામજોધપુર)