સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

જસદણના જંગવડ પાસે મગફળી ભરેલો ટ્રક રોડસાઇડમાં ઉતરી વાડીમાં ઘુસીગયો

જસદણ : રાજકોટ-ભાવનગર હાઇવે પર જંગવડ પાસે ફરી એક અકસ્માતની ઘટના બની હતી. ભાવનગર રોડ પર જંગવડ ગામ પાસે ગોળાઇના કારણે એક મગફળી ભરેલો ટ્રક રોડ નીચે ઉતરી વાડીમાં ઘુસી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા, જોકે આ બનાવમાં કોઇ જાન હાની થઇ નથી. (તસ્વીરઃ હુસામુદીન કપાસી જસદણ)

(11:43 am IST)