વેરાવળ મહિલા કોંગ્રેસ દ્વારા શહેરના પ્રશ્નો અંગે ચીફ ઓફીસરને આવેદન
વેરાવળ તા.૧૬ : મહિલા કોંગ્રેસ દ્વારા ચીફ ઓફીસરને અનેક પ્રશ્નો અંગે આવેદનપત્ર આપેલ હતુ.
જિલ્લા પ્રમુખ સંગીતા ચાંડપા શહેર પ્રમુખ દિનેશભાઇ રાયઠઠાની આગેવાની હેઠળ ન.પા.ના ચીફ ઓફીસરને શહેરના અનેક પ્રશ્નો અંગે આવેદનપત્ર આપેલ હતુ જેમાં શહેર વધતી જતી ગંદકી, બિસ્માર રોડ રસ્તા, ઉભરાતી ગટરો, ગંદાપાણી નળમાં આવતા હોય તેવી અનેક રજૂઆતો કરી હતી અને જો તેનો તાત્કાલીક નિકાલ નહી કરાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવાયુ હતુ.
ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસના હોદ્દેદારો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં હોદ્દેદારોની નિમણુંક કરવા માટે મીટીંગ મળી હતી જેમા અનેક હોદ્દેદારોની વરણી થઇ હતી.
ગીરસોમનાથ જિલ્લાના પ્રમુખ સંગીતા ચાંડપાએ જણાવેલ હતુ કે તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાના અધ્યક્ષસ્થાને મીટીંગ યોજાઇ હતી જેમાં જીલ્લાના મહિલા હોદ્દેદારોની વરણી કરાઇ હતી. ઉપપ્રમુખ તરીકે નાઘેરા મુળીબેન માલદેવભાઇ, મંત્રી મંજુલાબેન સુરેશભાઇ સોલંકી, મહામંત્રી નિર્મલાબેન ચીમનભાઇ ચાવડા, વેરાવળ તાલુકા પ્રમુખ બામણીયા મીનાબેન જીવાભાઇ, શહેર પ્રમુખ ગોહેલ દેવીબેન ચુનીલાલ, તાલુકા પ્રમુખ દાફડા લક્ષ્મીબેન ભુપતભાઇ સુત્રાપાડા તાલુકા પ્રમુખ ખુંટડ શિલ્પાબેન નારણભાઇની નિમણુંક કરાયેલ છે.
પટણી જમાતના તેજસ્વી તારલાઓનું સન્માન
વેરાવળ સમસ્ત પટણી જમાત દ્વારા તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ પ્રમુખ અનવર ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલ જેમાં ૧૦૯ જેટલા વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા હતા.