સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

કોડીનાર મેમણ જમાતના અગ્રણી ઉપર છરી વડે હુમલોઃ ફરિયાદ

મેમણ જમાત દ્વારા શખ્સ સામે પગલાની લેખીત રજુઆત

કોડીનાર તા. ૧૬: કોડીનાર મેમણ જમાતના જોઈન્ટ સેકેટરી અને સામાજીક કાર્યકર હાજી યુનુસભાઈ નાથાણી ઉપર ભર બજારમાં એક શખ્સે છરી વડે હુમલો કરતા ે હાજી યુનુસભાઈએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરોયાદ નોંધાવી છે.

આ ઘટનાની વિગત મુજબ મેમણ સમાજની દીકરીને મહમદશા રફીકશા રફાઈ નામનો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડો જઈ પ્રેમલગ્ન કરો લેતા થોડા સમય પછી આ શપ્સે પોતાનો અસલી રંગ દેખાડતા મેમણ યુવતી તેના પિતાના ઘરે રિસામણે આવી જતા આ મહમદશા રફાઈ રાત્રીના મેમણ યુવતીના ઘરે જઈ મેમણ પરિવાર સાથે માથાકૂટ કરી તેની પત્ની ને માર મારી મેમણ યુવતીને ભર બજારમાં માથાકૂટ કરીને લઈ જતા રસ્તામાં હાજી યુનુસભાઈ નાથાણીએ દરમિયાનગીરો કરી આ લોકોને ઝઘડો નહિ કરવા સમજાવતા મહમદશા રફાઈએ ઉશ્કેરાઈ જઇ હાજી યુનુસભાઈ ને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ આ અંગેનો મતભેદ રાખી મહમદશા રફાઈએ ગઈકાલે ભર બજારમાં હાજી યુનુસભાઈ ને તું મેમણ સમાજમાં અમારો વાતો કેમ કરે છે તેમ કહી ગાળો ભાંડી અચાનક છરી વડે હુમલો કરતા યુનુસભાઈને હાથના ભાગે છરી લાગતા અન્ય લોકો ભેગા થઈ જતા હાજી યુનુસભાઈ ને આ શખ્સના ચુંગાલમાંથી છોડાવ્યા હતા.

આ  ઘટના અંગે હાજી યુનુસભાઈ નાથણીએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.મેમણ જમાતના જોઇન્ટ સેકેટરી ઉપર આવારાતત્વએ હમલો કરતા મેમણ જમાતના અન્ય સભ્યો સાથે હાજી યુનુસભાઈએ લેખિત રજૂઆત કરી  શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરો હતી.

(11:42 am IST)