સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

ભાવનગર-અમદાવાદ હાઇવે ઉપર કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત

ભાવનગર તા ૧૬  :  ભાવનગર-અમદાવાદ ટુંકામાર્ગે ઘોલેરા નજીક મુડી પાસે ટ્રક સાથે કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં બેઠેલા ભાવનગર શહેરનાં કણબીવાડ વિસ્તારમાં રહેતા સાહીલ સુનીલભાઇ પટેલ ઉ.વ.૧૯ નું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતુ, જયારે અન્ય એક યુવાનને ઇજા થતા તેને ધંધુકા હોસ્પીટલ ખસેડાયેલ છે. બનાવની જાણ થતાઘોલેરા પોલીસ બનાવ સ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી.

કુતરૂ આડુ ઉતરતા મોત

ભાવનગર જીલ્લાના મહુવામાં ઇન્દીરાનગર રેલ્વે સ્ટેશન નજીક રહેતા શાહરૂખખાન યુનુસખાન પઠાણ ઉ.વ.૨૦ પોતાના બાઇક ઉપર જઇ રહયા હતા ત્યારે રેલ્વે ફાટક નજીક રસ્તામાં કુતરૂ આડુ આવતા તેને બ્રેક મારતાં બાઇક સ્લીપ થઇ જતા ગૅભીર ઇજા થતા અત્રેની સર ટી હોસ્પીટલ ખસેડાયેલ, જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું.

(11:40 am IST)