સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

કચ્છના આતિથ્યને આહલાદક ગણાવતા ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપી ભાવભરી વિદાય, કચ્છના વહીવટીતંત્ર પ્રત્યે વ્યકત કરી આભારની લાગણી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૬: કચ્છના સફેદરણના મહેમાન બનેલા ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ આજે સવારે ભુજ થી દિલ્હી જવા રવાના થયા હતા. ભુજ એરફોર્સ સ્ટેશનમાં આજે ઉપરાષ્ટ્રપતિ વૈકૈયાજીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાવભરી વિદાય આપી હતી. રાત્રે સફેદરણમાં શાહી ટેન્ટમાં રાત્રી રોકાણ કર્યા પૂર્વે વૈકૈયાજીએ સૂર્યાસ્ત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. ભુજ એરફોર્સના વિમાની મથકે મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા, એરફોર્સના ગ્રુપ કેપટન એસ.કે. આનંદ, કલેકટર નાગરાજન, પશ્યિમ કચ્છના ડીએસપી સૌરભ તોલંબિયા, લ પ્રાંત અધિકારી ગોવિદસિંહ રાઠોડેં તેમને વિદાય આપી હતી. ઉપરાષ્ટ્રપતિ વૈકૈયાજીએ કચ્છના આતિથ્યને આહલાદક ગણાવી વહીવટીતંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

(3:53 pm IST)