News of Monday, 16th December 2019
હળવદમાં બે શખ્શોએ આધેડને લાકડા અને ધોકા વડે માર માર્યો
કુટુંબી ભાઈને બોલાચાલી થયેલ હોય અને આરોપીઓને કહેવા જતા ઉશ્કેરાયા
હળવદમાં બે શખ્શોએ આધેડને લાકડા અને ધોકા વડે માર મારી ઈજા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
હળવદના માનગઢ ગામના રહેવાસી કુકાભાઈ લખમણભાઈ વાંકડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ આરોપીઓને પોતાના કુટુંબી ભાઈને બોલાચાલી થયેલ હોય અને આરોપીઓને કહેવા જતા આરોપી કિશન રણજીત કોળી અને રણજીત રામજી કોળી રહે બંને માનગઢ વાળાએ લાકડાના ધોકા વડે માર મારી ફેકચર જેવી ઈજા કરી છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
(11:30 pm IST)