સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

મોરબી વાવડી રોડ પરથી 10 બોટલ દારૂ સાથે અહેમદ ઉર્ફે મામુ ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન ઇન્ચાર્જ પીઆઈ આઈ એમ કોઢિયાની ટીમના પીએસઆઈ બી ડી પરમાર, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, શેખાભાઈ મોરી, ભરતભાઈ ખાંભરા, નિર્મળસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા, જયપાલભાઈ લાવડીયા અને ચકુભાઈ કલોતરાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી અહેમદ ઉર્ફે મામુ મહમદ વડાવરીયા (ઉ.વ.૩૭) (  રહે મોરબી વાવડી રોડ) ને ઝડપી લઈને ૧૦ બોટલ ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૩૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

(11:00 pm IST)