સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th December 2018

અમરેલી જિલ્લાના ખેડૂતનો આપઘાત :લાઠીના સુવાગઢના દામજીભાઈએ ધિરાણ પરત કરવાની ચિંતામાં ગળેફાંસો ખાદ્યો

મંડળીમાંથી રૂપિયા 2.75 લાખનું ધિરાણ લીધા બાદસ્થિતિ નબળી પડતા જીવન ટૂંકાવ્યું

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સુવાગઢ ગામે રહેતા ખેડૂત નામ દામજીભાઈ જીવાભાઈ મકવાણાએ મંડળીમાંથી રૂપિયા 2.75 લાખનું ધિરાણ લીધા બાદ દામજીભાઈની આર્થિક પરિસ્થિતિ નબળી પડતા મંડળીમાંથી લીધેલા ધિરાણની રકમ પરત કરી શક્યા ન હતા. જેથી દામજીભાઈ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં આવી ગયા હતા. આ ડિપ્રેશનથી આખરે કંટાળીને આજે પોતાના ખેતરમાં દોરી વડે ગળેફાંસો ખાઇને મોતને વ્હાલું કર્યું હતું.

આ ઘટનાને પગલે તેમના ખેતરમાં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. આ મામલે દામનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં તુરંત જ દામનગર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે આ મામલે આત્મહત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુવાગઢ ગામના દામજીભાઈ જીવાભાઈ મકવાણા નામના ખેડૂતે આર્થિક સંકડામણથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. જેના કારણે અમરેલી જિલ્લામાં ખેડૂતોની આત્મહત્યા કરવાની ઘટનામાં વધુ એક ખેડૂતનો સમાવેશ થયો છે.

(10:59 pm IST)