સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th December 2018

ધ્રોલના વાડી વિસ્તારમાં ગરમ પાણીથી દાઝી જતાં ૧૦ વર્ષની મુન્ની વાઘેલાનંુ મોત

જામનગર તા. ૧૫ : જાંબુડા ગામે રહેતા દિપકભાઈ પ્રતાપભાઈ લાબા એ જાહેર કરેલ છે કે,  પ્રતાપભાઈ વશરામભાઈ લાંબા, ઉ.વ.પ૭, રે. જાંબુડા ગામ, તા.જિ. જામનગરવાળા એસ.ટી.બસ સ્ટેન્ડની પાસે બેભાન થઈ ગયેલ હોય જેથી તેઓને ૧૦૮ દ્વારા જી.જી.હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડોકટરે મરણ ગયેલ જાહેર કરેલ છે.

દારૂના ધંધાર્થીઓ વિરૂધ્ધ આંદોલન શરૂ કરતા મારમાર્યો

અહીં સીટી સી-પોલીસ સ્ટેશનમાં દિનેશ કાનજીભાઈ ભદ્રા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪–૧ર–ર૦૧૮ના રૂપિયાના સિકકા પાસે, જૂની નવાનગર બેંક પાસે આ કામના ફરીયાદી દિનેશભાઈ સામાજીક કાર્યકર તથા આર.ટી.આઈ. એકટીવિસ્ટ હોય અને દારૂના ધંધાર્થીઓ વિરૂઘ્ધ આંદોલન શરૂ કરેલ જેનો ખાર રાખી આ કામના આરોપીઓ સતીષ જેઠાભાઈ મંગે, જીગ્નેશ વિનોદભાઈ ખિચડા, મહેન્દ્ર જેન્તીભાઈ મંગે, અમિત નરેન્દ્રભાઈ ભદ્રા, મનિષ રમેશભાઈ  દામા,  તથા બે અજાણ્યા પચીસેક વર્ષ ના માણસો રે. બધા જામનગરવાળા એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી ભુંડા બોલી,  ગાળો આપી છરી, લોખંડની એકરલ વડે ફરીયાદી ને જમણા પગની ઢાકણી માં ફેકચર કરી તથા સાથાળ પર તથા પગના  નળા પર તેમજ શરીરે ઈજાઓ કરી જિલ્લા મેજીસ્ટ્રેટના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જુગાર રમતા બે ઝડપાયા

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. આફતબાભાઈ હુશેનભાઈ સફીયા એ ફરીયાદ નોંધાવી છે કે, રણજીતસાગર રોડ, સાધાના કોલોની રીક્ષા સ્ટેન્ડ પાસે, જામનગરમાં હસમુખભાઈ દુર્લભજીભાઈ રાયઠઠ્ઠા, ભરત ગોવિંદભાઈ રાઠોડ, રે.જામનગરવાળા જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એક–બેકી નામનો જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન કુલ રોકડા રૂ.ર૦૭૦ મળી આવતા ઝડપાઈ ગયેલ છે.

(3:24 pm IST)