સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th November 2019

મોરબીમાં અંગત અદાવતમાં છરી-ધોકા અને સળીયા ઉડયાઃ પોલિસમાં સામસામી ફરિયાદ

મોરબી,તા.૧૬: મોરબીના પોષ વિસ્તાર એવા રવાપર રોડ પર એ.જે. કંપની સામેની શેરીના નાકે બે જૂથના છ શખ્સો વચ્ચે બોલાચાલી બાદ બનાવ મારામારી સુધી પહોચ્યો હતો બાદમાં બંને પક્ષ દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મોરબિના શનાળા બાયપાસ ભકિતનગર સર્કલ નજીક અનામિકા પાર્કમાં રહેતા મોન્ટુ (ભાર્ગવ) પલ્લવભાઈ રાવલ તથા સાહેદ મોટર સાઈકલ લઈને રવાપર રોડ પર ખરીદી કરી પોતાના દ્યરે જતા હતા તે દરમિયાન આરોપી તોફીક રફીકભાઈ બલોચ, ઈસ્માઈલ બલોચ અને ભરત ઉર્ફે બીકે બોરીચાએ પોતાનું મોટર સાઈકલ આડું નાખી ત્રણેય આરોપીઓએ ફરિયાદી ભાર્ગવ રાવલને કહેલ કે તારામાં હવા છે અને તારા બાપનો રોડ છે અહીંથી કેમ નીકળે છે તેમ કહી ઝધડો કરી ફરિયાદી ભાર્ગવ રાવલ તથા સાહેદોને ગાળો આપી ઢીકાપાટુંનો માર મારી આરોપી તોફીક બ્લોચે નીચેથી પથ્થર ઉપાડી છુટા દ્યા મારી ડાબી આંખ નીચે ગાલપર ઈજા પહોચાડી આરોપી ઈસ્માઈલ બ્લોચે બાજુમાંથી લોખંડનો સળીયો ઉપાડી વાંસાના ભાગે દ્યા મારી ઈજા કરી ફરિયાદી ભાર્ગવ રાવલના પિતા આરોપી ભરત ઉર્ફે બીકે બોરીચાના ભત્રીજા જયરાજના ખૂનકેશમાં અંદર હોઈ જેનો ખાર રાખીપોતાની પાસે રહેલ છરી વડે ફરિયાદી ભાર્ગવ રાવલને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણેય આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ મોન્ટુ (ભાર્ગવ) પલ્લવભાઈ રાવલએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે 

તો સામાપક્ષે મોરબીના મકરાણી વાસમાં બાવાજીની વાડી નજીક રહેતા તોફીક રફીકભાઈ બલોચે ફરિયાદ નોંધાવી છે કે આરોપી મોન્ટુ પલ્લાભાઈ રાવલએ તું કેમ આરીફના ડેલે બેસે છે અને સપોર્ટ કરે છે તથા પંચમાં રહે છે તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી ઢીકાપાટુંનો માર મારી અજાણ્યા ઇસમોએ લાકડાના ધોકા વડે જમણા પગના અંગુઠામાં ધોકા મારી તથા બીજાએ કામરે બાંધવાના પટ્ટા વડે વાંસાના ભાગે મારતા ઈજા પહોચી હતી આરીફના ડેલે બેસતો નહીં નહિતર તને પતાવી દઈશું તેમ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે  મોરબી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી છેે.

(1:01 pm IST)