સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th November 2019

રાફેલ મુદ્દે રાહુલ-કોંગ્રેસ માફી માંગે : સૌરાષ્ટ્રમાં ભાજપના ધરણા

સુપ્રિમ કોર્ટનો ચુકાદા બાદ સાર્વજનિક રીતે જાહેરમાં દેશ અને જનતાની માફી માંગવી જોઇએઃ ભાજપ આગેવાનો કાર્યકરોની માંગણી

રાજકોટ તા.૧૬: 'રાફેલ' મુદ્દે સુપ્રિમ કોર્ટ દ્વારા ચુકાદો અપાયા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પણ જાહેરમાં દેશ અને જનતાની માફી માંગે તેવી માંગણી સાથે  આજે ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા વિરોધાત્મક ધરણા કર્યા હતા.

ગોંડલ

સુપ્રીમ કોર્ટ દ્વારા તા.૧૪ નવેમ્બરના રોજ રાફેલ વિમાનઁ બાબતે કોંગ્રેસએ કરેલ અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા નકારી કાઢી હતી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને કલીનચિટ આપવામાં આવી હતી. હવે જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રાફેલ મામલે એકવાર ફરી ઁદૂધનું દૂધ અને પાણીનું પાણીઁ થઈ ગયું છે. અને સોદા અંગેની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને યોગ્ય સાબિત થયેલ છે. તેથી ભાજપના દરેક કાર્યકર્તાઓની માંગ છે કે કોંગ્રેસ પક્ષ અને તેમના નેતા રાહુલ ગાંધીએ સાર્વજનીક રીતે જાહેરમાં દેશ અને જનતાની માફી મંગાવી જોઈએ તેવી માંગ સાથે જિલ્લા ભાજપ દ્વારા ે આજે સવારે ૧૦:૦૦ કલાકે, માંડવી ચોક, ગોંડલ ખાતે  વિરોધાત્મક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમ  જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ભાનુભાઈ મેતાની એક યાદીમાં જણાવ્યું છે.

અમરેલી

સપ્રીમ કોર્ટ દ્વારા 'રાફેલ વિમાન' પર પુનઃવિચાર કરવા અંગેની વિવિધ અરજીઓને ફગાવી દેવામાં આવી અને સર્વોચ્ચ ન્યાયાલયે પોતાના નિર્ણયમાં આ વિષયની તપાસ અંગેની માગને બિનજરૂરી ગણાવી છે. રાફેલ સોદાની પ્રક્યિા યોગ્ય અને પારદર્શક રીતે થયેલ છે તેવો નિર્ણય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આ પહેલો પણ ડીસેમ્બર ૨૦૧૮માં આપેલ છે. આ વિષય અંગે ન્યાયાલય દ્વારા પહેલા પણ કોંગ્રેસ પક્ષને ફટકાર લગાવવામાં આવેલી છે. અને તા. ૧૪ નવેમ્બર, ૨૦૧૯ના રોજ ફરીથી સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયથી કોંગ્રેસ દ્વારા જૂઠા અને મનઘડત આક્ષેપો કરવામાં આવ્યા છે તે સાબિત થાય છે.

દેશની રક્ષા સાથે જોડાયેલ આ ગંભીર વિષય પર કોંગ્રેસ પક્ષ અને તેના તત્કાલિન અધ્યક્ષ દ્વારા સંસદમાં અને જાહેર મંચ પરથી લોકસભા ચૂંટણી પૂર્વે અને લોકસભા ચૂંટણીના પ્રચાર દરમ્યાન સતત જૂઠું બોલીને,  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંગે મર્યાદાહીન શબ્દોનો પ્રયોગ કરીને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે અને સંસદના સત્રમાં બિનજરૂરી વિક્ષેપ ઉભો કરીને સંસદનો સમય વેડવામાં આવ્યો કે, જે સમયનો સદુપયોગ જનપ્રકલ્યાણ અંગેની

યોજનાઓની   ચર્ચા-વિચારણા પાછળ થવાનો હતો. હવે જ્યારે સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયથી રાફેલ મામલે એકવાર ફરી 'દુધનુ દુધ અને પાણીનુ પાણી' થઇ ગયુ છે અને સોદા અંગેની સંપુર્ણ પ્રક્રિયા પારદર્શક અને યોગ્ય સાબિત થયેલ છે.  તેથી ભાજપના દરેક કાર્યકર્તાની માંગ છે કે કોંગ્રેસ પક્ષ અને તેમના નેતા રાહુલ ગાંધીએ સાર્વજનિક રીતે જાહેરમાં દેશઅને જનતાની માફી માંગવી જોઈએ.

આ બાબતે આજ રોજ પ્રદેશ ભાજપની સુચના અનુસાર જીલ્લા ભાજપ દ્વારા સાંજે ૪: ૦૦ કલાકે રાજકમલ ચોક ખાતે રફેલ અંગે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સાર્વજનિક માફી માંગે તે અંગે 'વિરોધાત્મક ધારણા ૅ'કાર્યક્રમ કરવામાં આવશે. આથી જીલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓને હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. તેમ જીલ્લા ભાજપ કાર્યાલય ની  યાદીમાં જણાવાયું છે.

(12:07 pm IST)