સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

ભાણવડ તાલુકાના વેરાડ ની સેન્ટ્રલ બેક ના એટીએમ ને તોડવા નો પ્રયાસ:સીસી ટીવી કુટેજ માં તસ્કર કેદ

ખંભાળિયા ::ભાણવડ તાલુકાના વેરાડ ની સેન્ટ્રલ બેન્ક ની પાસે આવેલા એટીએમ ને ગત મધ્ય રાત્રી ના 3 વાગ્યા ના સુમારે એટીએમ લુટવા ના ઇરાદે બે તસ્કરો દવારા પ્રયાસ કરેલો હતો.

 એટીએમ તૂટવા ની જાણ થતા બ્રાંચ મેનેજર તથા ભાણવડ પોલીસ દોડી આવેલ હતા પરંતુ તે પહેલાં તસ્કરો થી લોક ન તૂટતાં ખાલી હાથ નાસી ગયેલ હતા.  પોલીસ દ્વારા સીસી ટીવી ફુટેજ ના આધારે તપાસ આરંભાયેલ છે.

(6:03 pm IST)