સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

ગીરનાર પરિક્રમા માટે રાજકોટ - જૂનાગઢ વચ્ચે ૫ વધારાની ટ્રેનો દોડશે

આ ટ્રેન રાજકોટથી સાંજે ૫:૧૦ કલાકે ઉપડશે અને રાત્રે ૮ વાગ્યે જૂનાગઢ પહોંચશે : જૂનાગઢથી આ ટ્રેન રાત્રે ૯:૨૦ કલાકે ઉપડશે અને રાત્રે ૧૧:૪૦ વાગ્યે રાજકોટ પહોંચશે : ભાડુ રૂ.૨૫

રાજકોટ : જૂનાગઢમાં ગિરનાર પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તે માટે પશ્ચિમ રેલ્વે દ્વારા પાંચ દિવસ માટે રાજકોટ - જૂનાગઢ વચ્ચે વધારાની પાંચ ટ્રેનો દોડાવાશે. રાજકોટ મંડળ રેલ પ્રબંધક શ્રી પી. બી. નીનાવાએ પ્રેસયાદીમાં જણાવ્યુ છે કે, આ પાંચ વધારાની ટ્રેનો રાજકોટથી જૂનાગઢ તથા જૂનાગઢથી રાજકોટ તા.૧૮, ૨૦, ૨૧, ૨૩ અને ૨૪ નવેમ્બરમાં દોડશે. રાજકોટથી આ ટ્રેન સાંજે ૫:૧૦ કલાકે ઉપડશે અને જૂનાગઢ તે જ દિવસે રાત્રે ૮ વાગ્યે પહોંચશે. જૂનાગઢથી જ આ ટ્રેન રાત્રે ૯:૨૦ કલાકે ઉપડશે અને રાત્રીના ૧૧:૪૦ કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન ભકિતનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશને ઉભી રહેશે. રાજકોટથી જૂનાગઢની આ લોકલ ટ્રેનનું ભાડુ રૂ.૨૫ રાખવામાં આવ્યંુ છે.

(3:54 pm IST)