સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

'સારહિના સેવાધારી'ઓનો સન્માન

સારહિ યુથ કલબ ઓફ અમરેલી દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણમાં સેવા આપનાર

અમરેલી તા. ૧૬ : સારહિ યુથ કલબ ઓફ અમરેલી દ્વારા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દશ વર્ષોથી દર સોમવારે તથા ગુરૂવારે દાખલ થયેલ તમામ દર્દીઓને ફ્રુટ વિતરણમાં સેવા આપનાર સારહિના સેવાધારીઓના સન્માન સમારોહ દિલીપભાઈ સંઘાણીના અઘ્યક્ષ સ્થાને અને ઉદઘાટક તરીકે  નારણભાઈ કાછડીયા તથા મુખ્ય મહેમાન પદે બાવકુભાઈ ઉંધાડ ની ઉપસ્થિતીમાં યોજાય ગયો. જેમાં કાર્યક્રમની શરૂઆત સંસ્થાના પ્રમુખ મુકેશ સંઘાણીના સ્વાગત પ્રવચનથી થઈ હતી ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી આ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. તમામ સન્માનીત સભ્યોને સન્માનપત્ર, શાલ અને પુષ્પગુચ્છ મંચસ્થ મહાનુભાવો દ્વારા અર્પણ કરી તેઓનું પરિવાર સહિત સન્માન કરવામાં આવ્યુ હતુ.

ઉદઘાટક નારણભાઈ કાછડીયાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે ૭૧ વર્ષની ઉમરના બાવનભાઈ રેકડી ચલાવી અને તેમનુુ ગુજરાન ચલાવતા હોય તેઓ અને આ તમામ સભ્યો નિસ્વાર્થ ભાવે અજાણ્યાના આસુ લુછવાનુ કામ સંસ્થાના પ્રમુખ મુકેશ સંઘાણીની આગેવાનીમાં કરતા હોય તેમને બિરદાવેલ હતા.

મુખ્ય મહેમાન બાવકુભાઈ ઉંધાડે જણાવેલ કે સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ દાખલ થાય છે તેમની વ્હારે આ સંસ્થા ફ્રુટ વિતરણ કરી નિસ્વાર્થ ભાવે પોતાના કામ ધંધા રોજગાર છોડી  ખડેપગે રહે છે તેમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. ત્યારબાદ સારહિ પરિવારના તમામ પરિવારો તેમજ આમંત્રિત મહેમાનો તથા આગેવાનો સાથે મળીને ગુજરાતી નાટક 'લગ્ન કર્યા ને લોચા પડયા' માણ્યુ હતુ.

(1:51 pm IST)