સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

રાજુલાના પટવાની સીમમાં ઢોર ચરાવતા યુવાનનું સિંહની ત્રાડથી હૃદય બેસી ગયું

અમરેલી તા. ૧૬ : રાજુલાના પટવા ગામની સિમમાં માલઢોર ચરાવવા  ગયેલ સમઢીયા ગામના ભાણાભાઇ રામભાઇ સોલંકી તથા તેના મિત્ર ઢોર ચરાવતા હતા. ત્યાં અચાનક સિંહ આવી જાતા ત્રાડ નાખતા ભય લાગતા ભાણાભાઇ પડી જતા તેનું મોત નિપજયાનું રાજુલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

જાળીયામા કામધંધો ન મળતા યુવાનનો આપઘાત

અમરેલી પંથકના જાળીયા ગામે રહેતા યુવાન મનીષ મનુભાઇ ડાલસરા (ઉ.ર૯) કોઇ કામ ધંધો ન મળતા કંટાળી જઇ ઉંદર મારવાની ઝેરી દવા પી આપઘાત કરી લીધાનું તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

અમરેલીના કેરીયા નાગસમાં ઝેર પી યુવાને જીવતર ટુંકાવ્યું

અમરેલીના કેરીયા નાગસ ગામે રહેતા સુધિર અજીતભાઇ મેરીયા નામના યુવાને કો અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધાનું તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છ.ે

(1:50 pm IST)