સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

સાવરકુંડલા એસ.ટી. તંત્ર દ્વારા વિવિધ પ્રકારના કોન્ટ્રાકટ કામોમાં દે ધનાધન

સાવરકુ઼ડલા તા. ૧૬ : એસ.ટી.તંત્ર એ આપેલ વિવિધ પ્રકારના કોન્ટ્રાકટના કામોમાં દે ધનાધન અધિકારીઓના જાણી જોઇએ આંખ મિચામણા ઉપલા લેવલેથી યોગ્ય તપાસની માંગ થઇ છે.

એસ.ટી.તંત્રએ સાફ સફાઇ કરવાનો વાર્ષિક કોન્ટ્રાક આપેલ છે. છતા કોઇપણ જાતની સફાઇ થતી નથી એસ.ટી.બસ સ્ટેન્ડમાં મુસાફરી બેસે છે ત્યા પણ કચરાઓ જોવા મળે છે તેમજ એસ.ટી.ડેપોમાં પણ પુરતી અને યોગ્ય રીતે સાફ સફાઇ કરતા નથી તેમજ તેવી જ રીતે વાહન પાર્કિંગનો કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. છતા પણ પાર્કિંગ રાખનાર કોન્ટ્રાકટ સરખી ગાડીઓ પાર્ક કરાવતા નથી તેના કારણે વાહનો એસ.ટી. બસના પ્લેટફોર્મ પાસે વાહનો પાર્કિંગ કરે છે.

આવી બધી બાબતો એસ.ટી. તંત્રના અધિકારી આ સાફ સફાઇ તેમજ વાહન પાર્કિંગનો કોન્ટ્રાકટ વાળાને કશુ સુચન આપતા નથી અને જાણી જોઇને આંખ આડા કાન કરતા હોવાનું જોવા મળેલ જો આ બાબતે જીલ્લા લેવલથી અધિકારીઓ આ કોન્ટ્રાક રાખનારને કડકમાં કડક સુચના આપે અથવા તેમના કોન્ટ્રાક રદ કરે તે એસ.ટી. તંત્રના હિત માટે ગણાય જો આ બાબતે જીલ્લા લેવલના અધિકારી ધ્યાન આપશે તે પ્રશ્ન છે.

(1:50 pm IST)