સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

ગોંડલ પાસે પિકઅપવાનમાંની ર૧૧ બોટલ દારૂ પકડાયોઃ સેટ વિજીલન્સનો દરોડો

મોઇન ભટ્ટી તથા ચંદુગીરીની ધરપકડઃ ૪.૨પ લાખનો મુદામાલ કબ્જે

ગોંડલ, તા.૧૬: સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરે પૂર્વ બાતમીના આધારે રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે ભરૂડી ટોલનાકા પાસે ગતરાત્રીના વોચ ગોઠવી બોલેરો પિકઅપ વાન ને અટકાવી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૨૧૧ બોટલ મળી આવતા બે શખ્સોની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી જયારે અન્ય બે શખ્સોને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર ને મળેલ બાતમીના આધારે ભરૂડી ટોલનાકા પાસે ગતરાત્રીના બોલેરો પિકઅપ વાન જીજે ૩૨ ટી ૧૮ ૧૪ ને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ ૨૧૧ નંગ કિંમત રૂ ૯૧૯૦૦ મળી આવતા મોઈન ઈસ્માઈલ ભટ્ટી રહે તાલાળા તેમજ દિલગીરી ઉર્ફે બાપુ ચંદુ ગીરી મેદ્યનાથી રહે વેરાવળ ની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ત્રણ લાખ રૂપિયાની કિંમતનો બોલેરો પીક અપ વાન ત્રણ મોબાઇલ તેમજ રોકડા રૂપિયા ૨૬૫૦૦ સહિત કુલ રૂપિયા ૪૨૮૯૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા બોલેરો ના માલિક રફીક દાદુભાઇ તેમજ રાજુભાઈ બાબરી વિરુદ્ઘ પણ ગુનો નોંધવામાં આવ્યો હોય જેને ઝડપવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા દ્યટનાની વધુ તપાસ ગોંડલ તાલુકા પોલીસના પી.એસ.આઈ એવી જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

(1:14 pm IST)