સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

સુરેન્દ્રનગર જીલ્લાના સરદાર સરોવર નર્મદા નિગમ, સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલના કાર્યપાલક ઇજનેર વર્ગ-૧ તથા જુનીયર કલાર્ક વર્ગ-૩ ના રૂ. ર૦૦૦ ની લાંચ લેતા પકડાયા

સુરેન્દ્રનગર તા. ૧૬ :.. સાતમા પગાર પંચ મુજબ આર. ઓ. પી. ૧૬ મુજબનું પેન્શન અને પ્રોવીડન્ડ ફંડ ગાંધીનગરની કચેરી તરફથી પગાર ફીકશેશન થઇ આવેલ જે કામ કરી આપવાના અવેજ પેટે આરોપી નં. ૧ મહેશભાઇ ધનજીભાઇ પટેલ, કાર્યપાલક ઇજનેનર વર્ગ-૧, ઉ.વ.પ૬, સરદાર સરોવર નર્મદા નિગમ, સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ ર-૧ ડીવીઝન કચેરી, ધ્રાંગધ્રાનાઓના કહેવાથી આરોપી નં. ર પ્રતિક જગુભાઇ રાઠવા, ઉ.૩ર જૂનીયર કલાર્ક, વર્ગ-૩ નાઓએ ફરીયાદી પાસે રૂ. ર૦૦૦ ની લાંચની માગણી કરી સ્વીકારતાં પો.ઇ. સી. જે. સુરેજા, રાજકોટ શહેર એ. સી. બી. પો. સ્ટે. રાજકોટનાઓએ ઝડપી લીધેલ છે.

આમ આરોપી (૧) મહેશભાઇ ધનજીભાઇ પટેલ, કાર્યપાલક ઇજનેર વર્ગ-૧, ઉ.પ૬, સરદાર સરોવર નર્મદા નિગમ, સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ ર-૧ ડીવીઝન કચેરી, ધ્રાંગધ્રા તથા આરોપી (ર) પ્રતિક જગુભાઇ રાઠવા, ઉ.૩ર, જુનીયર કલાર્ક, વર્ગ-૩ નાઓ વિરૂધ્ધ તા. ૧૪-૧૧-ર૦૧૮ ના રોજ સુરેન્દ્રનગર એસીબી પો. સ્ટે. ગુ.ર.નં. ૯-ર૦૧૮, ભ્ર. નિ. અધિ. સને ૧૯૮૮ (સુધારો ર૦૧૮) ની કલમ ૭,૭ (એ) ૧૧, ૧ર, ૧૩, (ર) મુજબ ગુનો નોંધવામાં આવેલ છે.

આ ગુનાના કામે આરોપી મહેશભાઇ ધનજીભાઇ પટેલ, કાર્યપાલક ઇજનેર, વર્ગ-૧, ઉ.વ.પ૬, સરદાર સરોવર નર્મદા નિગમ, સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ ર-૧ ડીવીઝન કચેરી, ધ્રાંગધ્રાનાંઓના મુળ વતન ગામ સારવાણી તા. ચીખેલી ખાતેના રહેતા હતાં. તે મકાનની ઝડપી બી. કે. વનાર, પો. ઇ., સુરત ગ્રામ્ય એ. સી. બી. પો. સ્ટે., સુરતનાઓએ કરતાં આરોપીના ઘરેથી રૂ. ૪ર,૪પ,૪૦૦ રોકડા મળી આવલ છે.

આરોપીના ધ્રાંગધ્રા ખાતે ફેન્ડ જ સોસાયટીમાં આવેલ ભાડાના મકાનની ઝડપી તપાસ દરમિયાન રૂ. ૩,૪૪,૪૭૦ રોકડા મળી આવેલ છે.

તેમજ આરોપીની અંગ ઝડતી તપાસ દરમિયાન રૂ. ૩૧,૦૦૦ રોકડા મળી આવેલ. આમ આરોપી મહેશભાઇ ધનજીભાઇ પટેલ, કાર્યપાલક ઇજનેર વર્ગ-૧ નાઓ પાસેથી કુલ રૂ. ૪૬,ર૦,૮૭૦ ની રોકડ રકમ મળી આવેલ છે.

આ ગુનાની આગળની તપાસ એન. કે. વ્યાસ, પો. ઇ., એસીબી તથા સુપરવિઝન એચ. પી. દોશી, મદદનીશ નિયામક, એસીબી રાજકોટ એકમ, રાજકોટનાઓ કરી રહેલ છે.

(1:12 pm IST)