સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

કેશોદમાં નાસ્તો કરવા ગયેલા વેપારીની દુકાનમાંથી રૂ. ૪૭૭૫૦ની રોકડની ચોરી

ભરડીયાના શ્રમિકનો ગળાફાંસો

જુનાગઢ તા.૧૬: કેશોદમાં ચાર ચોક ખાતે દિપક એન્ટરપ્રાઇઝ નામની સિમેન્ટ વેંચાણની દુકાન ધરાવતા હરેશભાઇ રતિલાલ ઠકરાર (ઉ.વ૫૩) ગઇકાલે બપોરે દુકાન ખુલ્લી રાખીને નાસ્તો કરવા ગયા હતા ત્યારે પાછળથી અજાણ્યા શખ્સો દુકાનનાં ટેબલમાંથી રૂ. ૪૭૭૫૦ની રોકડની ચોરી કરીને નાસી ગયા હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગળાફાંસો

કેશોદ પાસે ફાગડી રોડ પર આવેલ સ્ટોન ક્રસર ભરડીયામાં રહેતા અને મજુરીકામ કરતાં અશોકભાઇ મંગાભાઇ રાઠોડ (ઉ.વ.૫૦) એ ગઇકાલે જીંદગીથી કંટાળીને ગળાફાંસો ખાઇ લેતા અરેરાટી મચી ગઇ હતી.

(1:10 pm IST)