સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

સોમવારે ગોંડલમાં શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલનું ભૂમિપૂજન

મહામંડલેશ્વર ૧૦૦૮ પૂ. હરિચરણદાસજી મહારાજના અધ્યક્ષતામાં કાર્યક્રમ

ગોંડલ તા ૧૬ : ગોંડલ શ્રીરામ સાર્વજનિક હોસ્પીટલ વિસ્તરણ ભુમિ પુજન કાર્યક્રમ તા. ૧૯ ને સોમવારે સવારે ૯ કલાકે શ્રી રામ સાર્વજનિક હોસ્પીટલ શ્રી કાશી વિશ્વનાથ રોડ ગોંડલ ખાતે યોજાશે.

મર્ર્યાદા પુરૂષોતમ સર્વેશ્વર ભગવાનશ્રી સીતારામ તથા પ્રાતઃ સ્મરણીય સદ્ગુરૂદેવ અનંતશ્રી વિભૂષિત સદ્ ગુરૂદેવ સ્વામી શ્રી રણછોડદાસજી મહારાજ ના અદ્શય આશીર્વાદ તથા મહામડલેશ્વર ૧૦૦૮ સદ્ ગુરૂદેવ શ્રી હરિચરણદાસજી મહારાજ શ્રી ની અધ્યક્ષતામાં શ્રી રામ સાર્વજનિક હોસ્પીટલ ના કરોડો રૂપિયા ના ખર્ચે તૈયાર થઇ રહેલ અસાધ્ય રોગો નું નિદાન તેમજસારવાર ના મશીનો ઉપલબ્ધ થશે તેવી  હોસ્પીટલનું  નિર્માણ  પુજય મહારાજ શ્રી હરીચરણદાસબાપુની અધ્યક્ષતામાં ભુમિ પુજન થશે.

ત્યારે ભુમિપુજન ના મુખ્ય યજમાન શ્રીમતીબીનાબેન અજયભાઇ શેઠ (કવેસ્ટ ફાઉન્ડેશન મુંબઇ) તથા ચેતનભાઇ વિનોદરાય ચગ, (સોમિકા મિનરલ, આફ્રિકા) દ્વારા પુજન વિધી કરાશે. ત્યારે ઉપરોકત કાર્યક્રમમાં દીપ પ્રાગટય મહા મંડલેશ્વર ૧૦૦૮ સદ્ ગુરૂદેવ શ્રી હરિચરણદાસજી મહારાજ શ્રી દ્વારા થશે તેમજ પુજય સંતોની ઉપસ્થિતી મમ.મં ડો. સ્વામી શ્રી રામેશ્વરદાસજી મહારાજ'' શ્રી વૈષણવ'' શ્રી હનુમંત પીઠાધીઁશ ઋષિકેશ, પ.પૂ. રઘુરામ બાપા ગાદીપતી શ્રી જલારામ મંદિર વિરપુર, પ.પૂ. જયરામદાસજી  મહારાજ મહંત શ્રી રામજી મંદિર ગોંડલ તેમજ વિશેષ ઉપસ્થિતી ગીતાબા જાડેજા ધારાસભ્ય ગોંડલ, અશોકભાઇ પીપળીયા નગરપતિ ગોંડલ તેમજ અતિથિ વિશેષ તરીકે યતિશભાઇ દેસાઇ ચેરમેન ગોંડલ નાગરિક સહકારી બેંક, રમેશભાઇ ધડુક અગ્રણી ઉદ્યોગપતિ ગોંડલ, કુમાર સાહેબ ઉપેન્દ્રસિંહજી (હવા મહેલ ઓફ ગોંડલ) ઘનશ્યામભાઇ જોબનપુત્રા (ગોપીનાથ સ્ટોર આફ્રિકા) અશ્વિનભાઇ ટોપરાણી (મસ્કત) ઉપસ્થિત રહેશે.

શ્રી રામ સાર્વજનિક હોસ્પીટલમાં સર્જરી વિભાગ, આંખના રોગોનો વિભાગ, કેન્સર અને લોહીના રોગોનો વિભાગ કિડનીના રોગોનો વિભાગ, પેટના અને આંતરડા તેમજ બાળકોના હાડકાના રોગોનો વિભાગ ફિઝીયોથેરાપી વિભાગ, એકયુપ્રેશન, આયુર્વેદિક પ્રસુતિ અને સ્ત્રીરોગ, નવજાત શિશુ અને બાળકોના રોગોનો વિભાગ, દાંતના તેમજ ચામડીના રોગોનો વિભાગ, કાન, નાક ગળાના રોગોનો વિભાગ વિગેરે રોગો માટે શ્રી રામ હોસ્પીટલ કાર્યરત થઇ રહી છે. ત્યારે નિમંત્રક રામજી મંદિર ટ્રસ્ટ શ્રી સદગુરૂ ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી સદ્દગુરૂ શિષ્ય પરિવારની યાદીમાં જણાવેલ છે.

(1:09 pm IST)