સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની અસર

રાજકોટ તા.૧૬: રાજકોટ સહિત સોરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે શિયાળા જેવા વાતાવરણ સાથે ઠંડકનો અનુભવ થઇ રહયો  છે. જેના કારણે મિશ્ર ઋતુનો પણ અહેસાસ થઇ રહયો છે.

જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથેજ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે. અને બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા ઉનાળા જેવી ગરમીનો અનુભવ થાય છે અને મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જાય છે.

જામનગર

જામનગરઃ શહેરનું હવામાન

મહત્તમ : ૩૩.૬, લઘુતમઃ ૨૧.પ, ભેજઃ ૩૯ ટકા, પવન : ૬ કિ.મી. છે

(12:28 pm IST)