સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

સફેદરણની પરમીટ હવે ઓનલાઇન

ભૂજ, તા.૧૬: કચ્છમા અત્યારે પ્રવાસીઓના ધસારા વચ્ચે સૌને સફેદરણમાં જતી વેળાએ પરમીટ મેળવવી એ મોટાભાગના પ્રવાસીઓ માટે માથાનો દુઃખાવા જેવી સમસ્યા રહી છે. ભીરંડીયારા ચેકપોસ્ટ ઉપર પરમીટ મેળવવા માટે લાગતી લાંબી લાઈનોના કારણે પ્રવાસીઓના સમય નો વેડફાટ પણ થતો થતો. તેમાંય ઘણીવાર વિજકાપ અને ઈન્ટરનેટનું નેટવર્ક ધીમું ચાલવાની અને ખોરવાઈ જવાની સમસ્યા પ્રવાસીઓ માટે વધુ મુશ્કેલી સર્જાતી હતી. પણ, હવે જિલ્લા કલેકટર રેમ્યા મોહને સફેદરણની પરમીટની પ્રક્રીયાથી ઓનલાઈન કરવાની જાહેરાત કરી છે. હવે, પરમીટ મેળવવા વ્યકિત દીઠ ૧૦૦ રૂ+ભરવાની તમામ વિધિ અને માહિતી પ્રવાસીઓ ઓનલાઈન કરી શકશે. આ માટે પ્રવાસીઓ વેબસાઈટ www. rannpermit.comઉપર રજિસ્ટ્રેશન અને ઓનલાઈન પેમેન્ટ ની પ્રક્રીયા પૂર્ણ કરીને સફેદરણ ની પરમીટ મેળવી શકશે.

(12:17 pm IST)