સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

''ઉના યાર્ડની ચુંટણીમાં ૧૪ બેઠકો માટે ૫૫ ઉમેદવારો''

ઉના, તા.૧૬: માર્કેટીંગ યાર્ડની ચૂંટણીને લઇને સમગ્ર પંથકના રાજકીય ગરમાવો આવી ગયેલ છે. ગઇકાલે ગુરૂવારે નામાંકન રજૂ કરવાના દિવસે સવારથી જ રાજકીય ગતિવિધિઓ તેજ બની જોવા મળી હતી.

માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં કુલ ૧૪ બેઠકો માટે ૫૫ ઉમેદવારોએ ફોર્મ ભર્યો છે. ચુંટણી અધીકારી એસ.એન. જોષી સમક્ષ આજે રજુ થયેલ ઉમેદવારી પત્રકો પૈકી ખેડૂત વિભાગની ૮ બેઠકો માટે ૩૩ ફોર્મ તથા વેપારી વિભાગની ૪ બેઠક માટે ૧૨ ફોર્મ તેમજ સહકારી ખરીદ વેચાણ વિભાગની ૨ બેઠક માટે ૧૦ ફોર્મ ભરાયા છે. જેમાં વર્તમાન ચેરમેન લાખાભાઇ ઝાલા, ડિરેકટરો મહેન્દ્રભાઇ ગટેચા, વિજયભાઇ કમવાણી, ધીરૂભાઇ જાદવ, મિતેષભાઇ શાહ, પ્રકાશભાઇ ટાંક, ધીરૂભાઇ છગ સહિતાનાઓએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા.

માર્કેટીંગ યાર્ડના ચુંટણી જંગમાં સહકારી આગેવાનોએ ઝંપલાવ્યું હોય ત્યારે હવે ચકાસણી બાદ આગામી સોમવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કેટલા ઉમેદવારો પોતાના નામાંકન પરત ખેંચશે તેના પર સૌની મીટ મંડાયેલ છે. ત્યારબાદ ચુંટણીનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે.

(12:10 pm IST)