સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

વાંકાનેરના રાણેકપરની સીમમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી

વાંકાનેર તા.૧૬: વાંકાનેરના રાણેકપર ગામની સીમમાં નેશનલ હાઇવે રોડ પર આવેલ ગિરનાર કારખાનાના ગેટ પાસે ઝાડીમાંથી એક અજાણ્યો પુરૂષ ઉંમર આશરે ૪૫ વર્ષ વાળાની લાશ મળી આવતા તેની લાશને રાજકોટ ખાતે પીએમ માટે મોકલી દેવામાં આવી છે.

આ અજાણ્યા પુરૂષે ગળાના ભાગે સફેદ કલરની સુતરની જનોઇ પહેરેલ છે. કમરના ભાગે કાળા કલરનો દોરો બાંધેલ છે. અને લીલા કલરનો ટ્રેકસુટ પહેર્યું છે, મધ્યમ બાંધાનો ઘઉંવર્ણો વાળો કોઇ બિમારી સબબ બે-ત્રણ દિવસ પહેલા મૃત્યુ થયેલ હોવાનું પ્રાથમિક અનુમાન છે જે કોઇ વાલીવારસ કે અન્ય ઓળખતું હોય તેમને વાંકાનેર સિટી પોલીસ મથકના જમાદાર નારણભાઇ સુખાભાઇ લાબડીયા મોબાઇલ નં. ૯૮૭૯૦૭૬૨૦૮ અથવા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન નં. ૦૨૮૨૮૨૨૦૫૫૬ પર સંપર્ક કરવો.

(12:08 pm IST)