સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

તળાજા વિસ્તારમાં જ્યાં કેનાલ પસાર થાય છે ત્યાં શિયાળે આવ્યા પૂર

તળાજા તા. ૧૬ : ગોહિલવાડની જીવા દોરી સમાન શેત્રુંજી ડેમમાં ઓછા વરસાદ થવાના કારણે પાણી ઓછું સંગ્રહિત થયુ છે. ખેડુત સિંચાઈ કરી શકે તેવા હેતુથી બનેલો આ ડેમમાંથી પાણીની તીવ્ર અછત ઉભી થવાના એંધાણ સમયે પણઙ્ગ શેત્રુંજી ડેમ માંથી ખેડૂતો ને સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યૂ છે.

પરંતુ અધિકારીઓના આંખ મિચમણા, ફરજમાં બે દરકારી અને કેટલાક ખેડૂતોની દાદાગીરી સાથે પાણીઙ્ગ બગાડવાની વૃત્તિને કારણે ભરશિયાળે ચોમાસાની માફક કેનાલના પાણી પુરની માફક વહેતા કરવામાં આવી રહ્યા છે. જેના કારણે એક તરફ પીવા કે સિંચાઈ માટે પૂરતું પાણી નથી મળતું અને અહીં લાખો લીટર પાણી સિંચાઈ ના બહાનેઙ્ગ બગડી રહ્યી છે.

કિસાન સંઘના આગેવાન દેવકરણભાઈ ગઢવીએ આ બાબત એ વિડિઓ તળાજા અધિક કલેકટર ને તાત્કાલિક પાણી બગડે નહિ તે માટે મોકલીઙ્ગ આપેલ.

પાણીનો બગાડ જમણા કાંઠાની માઇનોર આઠ અને નવમાં કરવામાં આવી રહ્યો છે. આ પ્રકાર નો વેડફાટ અનેક જગ્યા ઓ પરઙ્ગ થઈ રહ્યોં છે આથી બેજવાબદાર અધિકારીઓ અને પાણીનો વેડફાટ કરતા શખ્શો વિરુદ્ઘ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ખેડૂત આગેવાન દ્વારા કરવામાં આવી છે. એકવખત પાણીનો બગાડ કરનારની ખેર ન રહે તેવા પગલાં ભરવામાં આવે તો ભવિષ્યમાં અન્ય લોકો પણ બગાડઙ્ગ કરે નહિ અને છેવાડે પાણી પહોંચે તેવો દાખલો બેસડવો જરૂરી બન્યો છે.

(12:04 pm IST)