સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

કુંભકર્ણ નિંદ્રામાંથી વડિયામાંથી વડિયામાં તંત્ર જાગ્યું : સફાઇ અભિયાન હાથ ધર્યું

વડિયા તા. ૧૬ : વડિયામા મહીલા સરપંચને એક વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે ત્યારે પહેલી વખત બિલેશ્વર મંદિર પાસે અને ઢૂંઢિયા પીપળીયાનાકા પાસે સફાઈ કરવામાં આવેલ છે. વડિયામાં જયા જુઓ ત્યાં ગંદકીના ગંજ ખડકાયા છે જેના કારણે લોકોમાં બિમારી ફેલાઈ રહીછે હાલમાં વડિયા શહેરમાં ડેન્ગ્યુના ૧૦૦ આસપાસ કેશો જોવા મળેલ છે છતાં પણ વડિયા તંત્રના બહેરા કાને પબ્લિકનો અવાજ સંભળાતો ન હતોઙ્ગ ત્યારે શહેરના લોકોએ અંતે અખબારી આલમનો સહારો લીધો અને કલાકો માજ શાસન ભોગવી રહેલા જાગ્યા અને તાબડતોબ જેસીબી મશીન લઇપહોચી ગયા ગંદકીના સામ્રાજય પર અને સફાઈના દેખાવો કર્યા છે.

જોકે નવીન વાત જાણવા મળી રહીછે ખુદ ગ્રામપંચાયત ના સદસ્યો પાસેથી કે અવર નવર સરપંચ સુરત અમદાવાદ જતા રહેછે ત્યારે વડિયા ગ્રામપંચાયત ના સદસ્યો ને સરપંચ નો ચાર્જ પણ નથી આપતા વહીવટથી સદસ્યો પણ નારાજ છે. જોકે આજે અખબારમાં સમાચાર પ્રસિધ્ધ થતાની સાથે સરપંચપતિ પત્રકારો પર ગુસ્સે થયા. આ વાત સાંભળીને આજુ બાજુમાં ઉભેલા લોકોમા પણ રમુજ જોવા મળી અને લોકોએ અખબારનો ખુબ આભાર માન્યો હતો અને કહેવા લાગ્યા કે આ સમાચાર અખબારોમાં પ્રસિદ્ઘ થયા એટલે જ સફાઈ કરવામાં આવી છે એક કહેવત છે કે જેટલું સ્વચ્છ ગામ, શહેર કે પછી ગામડું હોઈ એટલાજ ચોખ્ખા ગામનો મુખી ( સરપંચ ) હોઈ ત્યારે વડિયાનો આ સવાલ લોકોમાં જોવા મળ્યો છે.

(12:03 pm IST)