સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

બોટાદના મહિલાનું સ્‍વાઇન ફલુથી મોત

 ભાવનગર તા. ૧૬ :.. શહેરમાં સ્‍વાઇન ફલૂનો રોગચાળો ફેલાયો છે. ભાવનગરની સર ટી હોસ્‍પિટલમાં સ્‍વાઇન ફલૂની સારવાર લઇ રહેલ બોટાદની પપ વર્ષીય મહિલાનું આજે મોત નિપજયું હતું.

ભાવનગર હોસ્‍પિટલમાં રોજબરોજ બે થી ત્રણ કેસ નોંધાય છે. ભાવનગરની હોસ્‍પિટલમાં હાલ સ્‍વાઇન ફલૂના ૭ દર્દીઓ સારવાર હેઠળ છે.

 

(11:13 am IST)