સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th October 2019

મોરબીમાં ફરાર હિતુભા ઝાલાના ઘરમાંથી ૧૮ જીવતા કાર્ટીસ મળ્યાઃ બંને ભાઇઓ વિરુધ્ધ ગુન્હો

મોરબી તા.૧૬: મોરબીમાં મુસ્તાક હત્યા કેસ અને તેના ભાઈ આરીફ મીર પર ફાયરીંગ પ્રકરણના મુખ્ય આરોપી હિતુભા ઝાલા ધ્રાંગધ્રા નજીક હોનેસ્ટ હોટલથી ફરાર થયા થયા હતા અને બાદમાં પોલીસે ચાર પોલીસ જવાનો અને હિતુભા જે કારમાં ફરાર થયા હતા તેના ડ્રાઈવરને શોધી કાઢીને ધ્રાંગધ્રા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.તેમજ ઝડપાયેલ કાર માંથી હિતુભા મળી ન આવતા પોલીસે વિવિધ દિશામાં તપાસ ધરી છે છે. જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે  શનાળા ખાતે આવેલ હિતુભા ઝાલાના ઘરે ઝડતી લીધી હતી અને ઘરમાંથી ૧૮ જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસે હિતુભાના બંને ભાઈ ધર્મેન્દ્રસિંહ અને સુરેન્દ્રસીહ વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:03 pm IST)