સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th October 2019

મોરબીના ચકચારી ડબલ મર્ડર હત્યાના આરોપીનું કચ્છ તરફ પગેરૂ દબાવતી પોલીસ

સુરેન્દ્રનગર ડીએસપીએ અલગ અલગ ટીમો બનાવી મોરબી પોલીસ સાથે સંકલનમાં રહી કોઇ પણ ભોગે આરોપીને દબોચી લેવા મક્કમ CCTV કેમેરાના કુટેજની પણ આપી રહેલ તપાસ

વઢવાણ,તા.૧૬: મોરબીના ચકચારી મુસ્તાક મીરની હત્યા સહિતના ડબલ મડરના ગુન્હાના મુખ્ય આરોપી મોરબીના શનાળાના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કિરણસિંહ ઝાલા સોમવારે સવારે ધ્રાંગધ્રા નજીક હોનેસ્ટ હોટલ પાસે પોલીસ જાપ્તામાંથી આસાનીથી સફેદ કલરની ફોર્ચ્યુનર કારમાં ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર બનાવ અંગે સુરેન્દ્રનગરના એસપી મહેન્દ્ર બગડીયાએ જણાવ્યું હતું કે હિતુભાની ફરારની દ્યટનામાં તેમની સાથે રહેલા પીએસઆઇ અને પોલીસ કર્મીઓ પર પણ કાવતરા અને ફરજ બેદરકારીનો ગુન્હો નોંધી તેમની ધરપકડ કરાઈ છે.

હિતુભા જે સફેદ કલરની ફોર્ચ્યુનર કારમાં ફરાર થયો હતો તે કાર વઢવાણ બાયપાસ પાસેથી ઝડપાઇ ગઈ છે. અને કાર ચલાવતા ડ્રાયવર મોહિત મહેન્દ્રભાઈ જોશીની ધરપકડ કરાઈ છે. જોકે કારમાંથી હિતુભા મળી આવેલ નથી. પોલીસના જણાવ્યા મુજબ ફરાર થયા બાદ સફેદ ફોર્ચ્યુનર કારમાંથી ઉતરી હિતુભા બ્લેક કલરની ફોર્ચ્યુનર કારમાં કચ્છ તરફ ભાગ્યાની વિગતો મળી છે. જેના આધારે હાલ તપાસ ચાલુ છે.

(1:09 pm IST)