News of Wednesday, 16th October 2019
ઢસા જં. શાળાની વિદ્યાર્થીની વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમઃ રસનાળ
બોટાદની શાળા નં.૩ મુકામે જિલ્લાકક્ષાનાં કલા ઉત્સવમાં ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિના વિષય આધારીત સ્પર્ધામાં વકતૃત્વ, નિબંધ, ચિત્ર અને સ્વરચિત કાવ્યલેખન સ્પર્ધા યોજાઇ ગઇ. જેમા વકતૃત્વ સ્પર્ધામાં 'મને આવેલું ગાંધીજીનુ સ્વપ્નુ' વિષય પર શ્રી ઢસા જં.કન્યા શાળાની મેઘાવી વિદ્યાર્થીની કું.વૈદેહી વનરાજભાઇ ચૌહાણ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવેલ છે હવે તે ટુંક સમયમાં રાજયકક્ષાએ યોજાનારા કલા ઉત્સવમાં વકતૃત્વ સ્પર્ધામાં બોટાદ જિલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે. વૈદેહીની આ સિધ્ધીથી નિર્ણાયકો ખૂબજ પ્રભાવિત થયા છે.
(11:45 am IST)